________________
૪૬૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
વધ થશે, યદુવંશના નાશનું કારણ મદ્ય (દારૂ) પાનથી થશે. પ્રભુના વચન સાંભળી આખી સભા શેાકમાં ડુબી ગઈ, ‘આ જરાકુમારને ધિક્કાર છે કે જે ભાઇના વધનું કારણ અને છે' આ પ્રમાણે વિચારીને બધા જરાકુમારની તરફ જોવા લાગ્યા, ‘હું ભાઈના વધને માટે નિમિત્ત ન અનુ'' આ પ્રમાણે વિચાર કરી તીરસહિત ધનુષ્યને લઈ જ ગલમાં ચાલ્યા ગયા, કૃષ્ણ પણ દ્વારિકામાં આવ્યા, યાદવા પ્રત્યેના સ્નેહથી બંધાયેલા દ્વિપાયનમુનિ પણુ દ્વારકામાં રહ્યા હતા, તેમણે લેાકેાના મુખથી પ્રભુના વચન સાંભળ્યાં, ત્યારબાદ છટ્ઠના પારણે છટ્ઠને તપ કરતા બ્રહ્મચારી દ્વિપાયનમુનિ નગરદાહની બીકથી દ્વારિકા છેાડીને જ’ગલમાં ચાલ્યા ગયા, દ્વારિકાના દાહ, અને કુલ વિચ્છેદ જાણીને કૃષ્ણે મદ્યનિષેધ કરાબ્યા, દ્વારિકામાં જેટલેા દારૂ હતા તે બધા એકત્ર કરાવીને કદમ્બનામના જંગલમાં કાદમ્બરી નામની ગુફામાં ફૂંકાવી દીધા.
તે વખતે સિદ્ધાર્થ નામના સારથિએ બલરામને કહ્યું કે આપની આજ્ઞા હોય તેા હું ભગવાન નેમિનાથની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરૂં. બલરામે કહ્યુ કે તારા જેવા સહાયકને હું' કેવી રીતે છેડી શકું? પરંતુ એક શરતે હું તને દીક્ષા લેવાની અનુમતિ આપું છું કે જ્યારે હું અત્ય'ત માહાંધ બન્યા હાઉ' ત્યારે તારે દેવલાકમાંથી આવીને મને પ્રતિબાધ કરવા, બલરામની વાતના સ્વિકાર કરીને તેમની આજ્ઞાથી દીક્ષા ગ્રહણ કરી. સિદ્ધા મુનિ પ્રભુની સાથે વિહાર કરી અન્યત્ર ચાલી ગયા.