________________
૪૯૨]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય - અમે દુર્ભાગી છીએ કે મહામુનિ બલરામના દર્શન ન કરી શક્યા, તે પણ અમે ભગવાન નેમિનાથના ચરણરવિન્દ્રના દર્શન કરવા જઈશું. તેમના દર્શનથી અમારા દુષ્કર્મોને નાશ થશે, અમારૂં વ્રત ગ્રહણ પણ સફળ થશે. પરંતુ ત્રિભુવન કમલ વિકસિત કરનાર સૂર્ય–સમાન તે ભગવાન હમણા કયાં વિચરતા હશે ! તે અમને ખબર નથી.
પાંડના કહેવાથી ધર્મઘોષ મુનિએ જ્ઞાન લોકમય નેત્રોથી ત્રણે લોકને જોઈ કહ્યું કે આર્ય તથા અનાર્ય દેશમાં, અનેક પર્વ તેમાં વિચરતા પ્રભુ મેહાંધ આત્માએને પ્રતિબંધ કરતા પિતાને નિર્વાણ સમય નજીક જાણી હમણું રૈવતક પર્વત ઉપર પધાર્યા છે, મુનિના વચને સાંભળીને દુઃખી થયેલા પાંડવોએ ઉત્કંઠિત થઈને કહ્યું કે ભગવદ્ ! આજે જ આપણે પ્રસ્થાન કરીએ, આપ અમોને પ્રભુના દર્શન કરાવે, નહિતર અમારા દુર્ભાગ્યથી ત્યાં જતાં પહેલાં જ પ્રભુ નિર્વાણપદને પ્રાપ્ત કરી જાય તે અમે તેમના દર્શનથી વંચિત રહી જઈશું. ધર્મઘોષમુનિની સાથે પાંડેએ ભાગ્યવંત નેમિનાથના દર્શન કરવા માટે રૈવતક પર્વત તરફ પ્રયાણ કર્યું. પાંડે ગુરૂમહારાજની સાથે હંમેશા વિહાર કરવા લાગ્યા, માસક્ષમણના પારણાના દિવસે હસ્તિકલ્પનગરમાં પહોંચ્યા, તે નગરમાં પ્રવેશ કરતી વખતે પાંડવોએ ગુરૂમહારાજને વંદન કરી પ્રેમથી પ્રાર્થના કરી કે ભગવન્! રૈવતક પર્વત અહીંથી બાર