________________
૧૨૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય નથી, મેં તારે કાંઈ અપરાધ કર્યો નથી, તે પછી તે શા માટે બેલતી નથી? આટલે રોષ શા માટે? તારે કેઈ દેષ નથી, આ તો મારા ભાગ્યને દોષ છે. રાજાએ મરવાનો નિશ્ચય કર્યો, રડતા મંત્રીઓએ રાજાને શાંત પાડવા ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ રાજાએ તેમની અવજ્ઞા કરીને પોતાના માટે ચિતા બનાવી, ત્યારબાદ સમસ્ત સેનાએ મરવા માટે ચિતાઓ તૈયાર કરી, પ્રભાવતીને ખેાળામાં લઈ રાજા ચિતામાં બેઠે, તે જ વખતે બીજી ચિતાઓમાં પણ બીજાઓએ પ્રવેશ કર્યો, જ્યાં અગ્નિ, સળગાવવામાં આવે છે. ત્યાં જ આકાશ માર્ગે અર્જુન પ્રભાવતીને લઈ વિમાન દ્વારા આવી પહોંચ્યું, અને ચિતાઓને જોઈ લેકેને ચિતાની પ્રદક્ષિણા ફરતા જોયા.
અને પ્રભાવતીને કહ્યું કે દેવિ! આપણે મોડા આવ્યા હોત તો શું થાત? તારા વિરહમાં રાજા પિતાના પ્રાણને તરણ સરખે માને છે. રાજાના પ્રાણ લેવા માટે કોઈ દુષ્ટ દેવતા અથવા દૈત્ય સર્પનું રૂપ ધારણ કરીને આવ્યો હશે, દુઃખિત પ્રભાવતી રડવા લાગી, વિધાતાએ પ્રભાવતીની રચના શા માટે કરી હશે? કૃતજ્ઞ મારા પ્રિયપતિએ મારા વિરહમાં પિતાના પ્રાણ છોડયા છે, તો તેમની સાથે જ મારે પણ પ્રાણ ત્યાગ કરે છે. અર્જુન પણ ચિંતાતુર બન્યું. તેણે વિચાર્યું કે રાજા મરશે તે પ્રભાવતી પણ મરી જશે, તે પછી મારે પણ જીવીને શું કામ છે? આ પ્રમાણે વિચાર કરી અને તરત જ