________________
૧૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય રહે. તેણીએ દાનધર્મ સ્વીકાર્યો, એક દિવસ તેણીના ઘેર સાધ્વીજી આવ્યાં, તેમના મુખથી ધર્મશ્રવણ કરીને સંસારથી વિરક્ત બની તેણીએ વ્રત ગ્રહણ કર્યું. ચતુર્થ ભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપ કરીને સાધ્વીઓની સાથે વિહાર કરતી હતી, એક દિવસ તેણીએ સાધ્વીજીને કહ્યું કે હું આતાપના લેવાની ઈચ્છા રાખું છું. પરંતુ સાધ્વીજીએ આચાર વિરૂદ્ધની વાત કહીને, આતાપનાને નિષેધ કર્યો, સાધ્વીજીના વચનને નહી માનતી તેણીએ આતાપનાનું સેવન કર્યું. એટલામાં પાંચ પુરૂષો સાથે સેવાતી દેવદત્તા નામની વેશ્યાને જોઈ તેણીએ તે જ વખતે નિયાણું કર્યું કે આ તપસ્યાના પ્રભાવથી હું પાંચ પુરૂષની પત્ની બનું. ત્યારબાદ દેહશુદ્ધિ સ્નાનાદિ કરવા લાગી,
જ્યારે તેને રોકવામાં આવી ત્યારે તેણે પિતાનું અપમાન સમજીને સમુદાયમાંથી નીકળી ગઈ, જુદા જુદા સ્થાનમાં જઈને સ્વચ્છન્દતાપૂર્વક વ્રતારાધન કરવા લાગી, આઠ મહિનાની સંખના કરીને, મરી નવ પલ્યોપમના આયુષ્યવાળી, સૌધર્મેદ્રની દેવી બની, ત્યાંથી ચવીને દ્રૌપદી બની, પૂર્વભવના નિયાણાથી તેણીને પાંચ પતિ થયા છે. તો તેમાં કાંઈ જ આશ્ચર્ય નથી. આ પ્રમાણે કહીને ચારણમુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા, પાંડે તથા બીજા રાજાઓ આ વાત સાંભળીને આનંદિત બન્યા.
- ત્યારબાદ પાંડુ તથા દ્રુપદ રાજાએ મેટા મહત્સવપૂર્વક પાંચ પાંડવોની સાથે દ્રૌપદીને લગ્ન કર્યા, હસ્ત