________________
સર્ગ ૪ ]
[ ૧ કરતાં પણ ભયંકર સ્પર્શને અનુભવ થશે, ઘણા સમય પછી સુકુમારિકા ઉંઘી ગઈ એટલે સાગર ત્યાંથી ભાગી છૂટયે, નિદ્રામાંથી જાગ્રત બનેલી સુકુમારિકા પિતાના પતિને નહિ જેવાથી ખૂબ જ કલ્પાંત કરવા લાગી, સવારના તે બંનેને દાતણ માટે દાસીને મોકલી ત્યારે સુકુમારિકાને પલંગમાં રડતી જોઈને, દાસીએ સુભદ્રાને વાત કરી, સુભદ્રાએ પોતાના પતિને વાત કરી, સાગરદત્ત જિનદત્તને વાત કરી, તેણે પિતાના પુત્રને પૂછ્યું. પુત્રે પિતાજીને કહ્યું કે પિતાજી! અગ્નિમાં બળી મરવું સારું છે, પરંતુ તેની પાસે જવું વધારે દુઃખદ છે. જમાઈની વાત સાગરદત્તે ભીંતની પાછળ સાંભળી, સાગરદત્ત નિરાશ થઈને ઘેર આવે, સુકુમારિકાને કહ્યું પુત્રી ! તે કોઈપણ કારણથી વિરક્ત છે માટે તું ચિંતા કરીશ નહીં, હું તારા બીજા લગ્ન કરાવી આપીશ, એક દિવસ તેણે ઝરૂખામાંથી એક ભિક્ષકને જે, તેને બેલાવીને સ્નાન કરાવી, ચંદન વિગેરેનું વિલેપન કરાવી, સુંદર વસ્ત્રો પહેરાવી કહ્યું કે હું તને મારી પુત્રી આપું છું, મારી લક્ષ્મી તને આપું છું, તું તેની સાથે તારૂં જીવન આનંદપૂર્વક આ ભવનમાં જ પુરૂં કરજે, પરંતુ રાત્રિના જ્યારે તેની પાસે સૂતે ત્યારે ભિક્ષુકનું શરીર બળવા લાગ્યું. તે ભિક્ષુક ઉઠીને પિતાને વેશ લઈને ત્યાંથી ભાગી છૂટયે, રડતી સુકુમારિકાને જોઈ તેના પિતાએ તેણીને ખૂબ જ સમજાવી, હે પુત્રી ! આ પૂર્વકર્મના પાપને ઉદય છે. તું દાન આપવાની પ્રવૃત્તિ શરૂ કર, અને આ ઘરમાં