________________
૧૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય શીખવી છે. સૂર્યપાક રસોઈ નલરાજા તથા મારા સિવાય કઈ જાણતું નથી. પોતાના ભાઈ કુબેરની સાથે જુગારમાં પિતાનું રાજ્ય હારી ગયા. પિતાની પત્ની દમયંતીની સાથે વનમાં ચાલ્યા ગયા, વનમાં નલરાજાનું મૃત્યુ થવાથી હું આપની પાસે આવી ગયો છું; દધિ પર્ણરાજા નલરાજાના મૃત્યુની વાત સાંભળી રડવા લાગ્યા, અને તેમની મરણો - ત્તર ક્રિયા કરી, એક દિવસ રાજા દધિપર્ણને સૂર્યપાક રસવતી જમવાની ઈચ્છા થઈ, તેમણે હંડિકને ચોખા વિગેરે બધી વસ્તુઓ આપી સૂર્યપાક રસોઈ બનાવવા માટે કહ્યું. હુંડિકે વાસણને તડકામાં મૂકી “વૈવસ્વતિ વિદ્યાનું સ્મરણ કરીને સુંદર રસવતી રસોઈ તૈયાર કરી, સપરિવાર રાજાએ સૂર્યપાક રસાઈ જમીને ખૂબ જ આનંદ અનુભવ્યું, હુંડિકને વસ્ત્ર, અંલકાર વિગેરેની નવાજેશ કરી, એક લાખ સોનામહોર આપી, તથા પાંચસો ગામ ભેટ આપ્યા, પરંતુ હુંડિકે પાંચસો ગામ લેવાની “ના” કહી. એક દિવસ રાજાએ ખુશ થઈને હુંડિકને કોઈપણ માંગવાનું કહ્યું. તેણે કહ્યું કે આપ આપના રાજ્યમાં, જુગાર, શિકાર, દારૂ આ ત્રણે વસ્તુઓને નિષેધ કરાવે, રાજાએ ત્રણે વસ્તુઓના નિષેધને માટે ઉદ્ઘેષણ કરાવી, ત્યારબાદ રાજમહેલમાં રહેતા હંડિકે ઘણા વર્ષો વ્યતિત કર્યા.
એક દિવસ સવરના કિનારે વૃક્ષની છાયામાં બેઠેલા કુબડાની પાસે એક બ્રાહ્મણ આવીને બેઠે, તેણે નલરાજાના