________________
નામ : ૧૬]
I sav
સધ્યા સમયે ચંદ્રમા યકાળથી જેમ 'દ્ર વિકસિત કુશળ ખીલવા લાગે છે તેવી રીતે કૌરવા ખુશ થતા હતા. અને દિવસના નાથ સૂર્ય અસ્ત થવાથી સૂમ કમળ નિસ્તેજ અની જાય છે તેવી રીતે પાંડવા નિસ્તેજ બન્યા. અને દુઃખ અનુભવવા લાગ્યા. બન્ને પક્ષના નિકા પાતપોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા.
રાત્રિના યુધિષ્ડિરે કૃષ્ણ વિગેરે સભ્યાને ખેલાવી વિચાર કર્યો કે જ્યાં સુધી ભીષ્મ હાથમાં ખાણુ લઈને યુદ્ધ કરતા રહેશે ત્યાંસુધી જીતવાની આશા તેા નથી પરંતુ જીવવાની આશા પણ લાગતી નથી. માટે હવે શું કરવું. તેને વિચાર કરીને મને કહેા. કૃષ્ણે કહ્યુ કે યુદ્ધમાં સૈનિકાને મારનાર ભીષ્મને મારવાની ઈચ્છા થાય છે. પરંતુ અનેક પ્રકારના સોગંદ આપીને અર્જુન મને રોકી રહ્યો છે. હજુપણ આપ મને આજ્ઞા આપે। તો કાલે હું આ પૃથ્વીને ભીષ્મ વગરની અનાવી દઉ. યુધિષ્ઠિરે કહ્યું કે અરે ! હાથમાં ધનુષ્ય ધારણ કરવાથી તમારી સામે ઇંદ્ર કાંઇ વિસાતમાં નથી તે પછી ભીષ્મની તેા વાત જ શુ કરવી ? ગાંધારી પુત્રાને મારી યશ અમેાને લેવા દેજો એ વાત તે આપણે પહેલી કરી છે. ગાંગેયની ગેાદમાં રમેલા ભીમ અને અર્જુન તેમને કેવી રીતે મારશે ? એટલા માટે ગેવિ! તમે બીજે કાઈ ઉપાય બતાવા કે જેનાથી જગતમાં અદ્વિતીય મહારથી ભીષ્મ જીવતા રહે, ત્યારે કૃષ્ણે કહ્યું કે તમે ઢાકા મારા વચનને સાંભળે !