________________
સર્ગ = છ ].
[ ૧૯ ક્રોધમાં આવીને દુઃશાસનને કહ્યું કે સભ્યના મૌનથી નિશ્ચય થયું છે કે તેણીને મેં જીતી લીધી છે. માટે પિતાની જાતને સતી માનતી દ્રૌપદીના વસ્ત્રને ખેંચી લઈ, જીર્ણ વસ્ત્રને પહેરાવી દાસી બનાવ, દુર્યોધનની આજ્ઞાથી દુઃશાસને દ્રૌપદીના નિતંબ સ્થળ પાસેથી વસ્ત્રને સ્વચ્છન્દતાથી ખેંચ્યું. દ્રૌપદીના વિલાપથી સભામાં બેઠેલા બધાજ રેવા લાગ્યા, અધિષ્ઠાયક દેવતાના પ્રભાવથી તેવું જ બીજું કપડું શરીર ઉપર આવતું હતું. અને દુઃશાસન ખેંચતો હતો. આ પ્રમાણે ખેંચતાં ખેંચતા કપડાના ઢગલા થયા, લોકો હસવા લાગ્યા. દુઃશાસન ખૂબ જ થાકી ગયો અને કલાન્ત બનીને બેસી ગયો. છે. ત્યારબાદ કોધમાં ધમધમતા અને લાલ આંખવાળા ભીમે સભામાં ચારે તરફ દ્રષ્ટિ કરીને પ્રતિજ્ઞા કરી, દ્રૌપદીને ખેંચીને સભામાં લાવનાર, તેના વસ્ત્રને ખેંચનાર, દુઃશાસનના હાથને શરીરથી જુદા કરી, તેના લેહીથી પૃથ્વીને લાલ બનાવીશ અને જે દુર્યોધને દ્રૌપદીને જંઘા બતાવી છે. તેની જંઘાના ગદાથી ચૂરેચૂરા કરી નાખીશ, જે આ કાર્ય હું નહી કરૂં તો પાંડુપુત્ર ભીમ નહિ. જીવન પર્યત હું મારા ક્ષત્રિયના કર્તવ્ય છેડી દઈશ, જ્યારે ભીમે પ્રતિજ્ઞાની ઘોષણા કરી ત્યારે સંપૂર્ણ સભા અત્યંત ક્ષુબ્ધ બની ગઈ. આ સભાની વચમાં જ ઉઠીને વિદુરજીએ કહ્યું કે જ્યારે દુર્યોધનનો જન્મ થયે હતું ત્યારે મેં કહ્યું કે આ પુત્ર કુરૂકુલને ધુમકેતુ છે. તેને જેવું કાર્ય ચંડાલ પણ નહી