________________
સર્ગ ઃ ૧૭મે ]
[૪૬૫ ' ઘણા દિવસો પછી અવસર પામીને કુંતીએ કૃષ્ણને કહ્યું કે વત્સ! તમારા તરફથી નિર્વાસિત બનેલા પાંડે કયાં જઈને રહે? કેમકે આ ભરતાર્ધભૂમિ તમારી છે. માટે તમે ખુશી થઈને તમારા ભાઈઓને માટે કોઈ સ્થાન બતાવે, કૃષ્ણ કહ્યું કે દક્ષિણસમુદ્રના કિનારે નવીન પાંડુમથુરા નગરી બનાવીને પાંડે સ્થિરવાસ કરે. હસ્તિનાપુર આવી કુંતીએ પોતાના પુત્રોને કૃષ્ણને આદેશ કહી સંભળાવ્યો, પાંડ પાંડુ દેશમાં નગરી વસાવીને કૃષ્ણની આજ્ઞાનું પાલન કરવા લાગ્યા, કૃષ્ણ અભિમન્યુ ઉત્તરાના પુત્ર અને સુભદ્રાના પૌત્ર પરિક્ષિતને હસ્તિનાપુરને રાજા બનાવ્યું.
રાતદિવસ દ્વારિકાના દાહનો વિચાર કરતા પાંડવોને પાંડુ મથુરાના રાજ્યમાં જરાપણ શાંતિ પ્રાપ્ત થતી નહોતી, દરેક વસ્તુઓમાં તેઓ અનિત્યતાની ભાવના ભાવતા પાંડ દીદ્ધાર, દયા વિગેરે ધર્મકાર્ય કરવા લાગ્યા, સંસારને અસાર માનતા કુંતી તથા પાંડુરાજાએ વ્રત લેવાની ઈચ્છાથી ભગવાન નેમિનાથનું સ્મરણ કર્યું. તેમના મનોભાવ જાણીને પ્રભુ પણ ત્યાં પધાર્યા, ખરેખર! જગતમાં તીર્થકર અદ્વિતીય ઉપકારી છે, યુધિષ્ઠિરે પિતાના માતા પિતાને સાથે લઈને દુઃખને વિનાશ કરનારા ભગવાનને નમસ્કાર કર્યા. ભગવાનની અમૃતમયી દેશના સાંભળી સંવેગ પ્રાપ્ત કરી. પાંડુરાજા તથા કુંતીએ દીક્ષા ગ્રહણ કરી. પ્રભુની સાથે વિહાર કર્યો, પ્રભુ તથા ૩૦