________________
૮૮]
[ પાંડવ ચરિત્ર મહાકા દેખાવા લાગે. વિરાટરાજાના આગલી હરોળના સૈનિકેએ સુશર્માને પડકાર કર્યો, તે પણ વિરાટ સેનાની સામે લડવા તૈયાર થઈ ગયે.
- નાના પ્રકારના શસ્ત્રશસ્ત્રો વડે બને સેનાઓમાં ઘણીવાર સુધી યુદ્ધ ચાલ્યા બાદ જ્યારે વિરાટરાજાની સેનાએ પીછે હઠ કરી ત્યારે વિરાટ રાજા આગળ વધ્યા અને સુશર્માની સાથે લડવા લાગ્યા. તેઓ બન્ને વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું, જ્યારે બન્નેની પાસે શસ્ત્રાશસ્ત્ર ખુટી ગયા ત્યારે બન્ને જણા રથમાંથી ઉતરી મલ્લ યુદ્ધ કરવા લાગ્યા. સુશર્માએ વિરાટરાજાને પકડી પિતાના રથમાં બેસાડે. યુધિષ્ઠિરે વિરાટરાજાની પરિસ્થિતિ જોઈને ભીમને કહ્યું કે વિરાટરાજાની સહાયતાથી આપણે તેરમું વર્ષ વિતાવ્યું છે, માટે તેમની ઉપેક્ષા કરવી ઠીક નથી, યુધિષ્ઠિરની આજ્ઞા મેળવી ભીમ સુશર્માની તરફ દો. પહાડ સમાન પિતાના ભાઈ સહિત ભીમને આવતે જોઈ સુશર્માની સેના ચારે તરફ ભાગવા લાગી, ભીમે ગદા મારીને સુશર્માના રથને તોડી નાખે, અને મૃત્યુની બીકથી સુશર્મા પિતાના મુખમાં આંગળી નાખીને ઉભે રહ્યો, એટલે ભીમે તેને જીવતો છોડી દીધું. ભીમે વિરાટરાજાને બંધને છેડી નાખી પિતાના રથ ઉપર બેસાડી દીધા. રાજા વિરાટે પાંડેની ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું કે જે આજે વલ્લવ ને હેત તે ક્રર સુશર્મા મારું નામ પણ રહેવા દેતા નહિ. આ પ્રમાણે કહીને