________________
૩૭૪ ]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય અને કયાં તે સારથિકુળને? હું તેને સારથિ બનીને લકમાં કલંકિત બનવાની ઈચ્છા રાખતા નથી. તેના સારથિ બનવામાં શું મને શરમ નહિ આવે ? તે પણ ફરીથી દુર્યોધને કહ્યું કે મદ્રશ! આપ આવું બેલશે નહિ. આપત્તિના સમયમાં મિત્રના વચનમાં ઉચિતાનુચિતને વિચાર નહિ કરે જોઈએ. ધીર લેક મિત્રને માટે અકાર્ય કરવા પણ તૈયાર થાય છે. મિત્ર કાર્યની ફરજ અને વિરાર તે બન્ને વિરૂદ્ધ વાતો છે. આ યુદ્ધમાં જે તમે મારે વિજયે ઈચ્છતા હો તો આપ યુદ્ધમાં કર્ણના સારથિ બને. દુર્યોધનના કહેવાથી તથા નકુલ સહદેવની સાથેના વચનબંધની સ્મૃતિથી શલ્યરાજાએ કહ્યું કે યુદ્ધમાં મારી ઈચ્છાથી હું જે કાંઈ બોલું તે સહન કરવા કર્ણ તૈયાર થાય તે જ હું સારથિ બનવા તૈયાર છું. દુર્યોધનના કહેવાથી કગે શલ્યરાજાની વાતનો સ્વિકાર કર્યો. અને કણે તે જ વખતે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે હું અર્જુનને ન મારૂં તે મારે અગ્નિપ્રવેશ કરીને મરણને શરણ થવું.
અંધકારની સેનાનો વિનાશ કરે સૂર્ય પૂર્વ દિશામાંથી પિતાના તેજસ્વી કિરણને પ્રકાશ ભૂમંડળ ઉપર નાખતો અભિમાનથી આગળ વધવાની તયારી કરતા હિતે. શલ્ય સારથિ વડે તેજસ્વી દેખાતા કર્ણને આગળ રાખી કૌરવસેના યુદ્ધના મેદાનમાં આવી ગઈ. અનેક વીરોથી સુસજિત પાંડની સેના પણ યુદ્ધભૂમિ ઉપર આવી ગઈ