________________
૨૧૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય બ્રાહ્મણ આ પ્રમાણે બેસી રહ્યો હતે એટલામાં એક લાકડીની સામે જે તે તેને પાંચ વર્ષનો પુત્ર ત્યાં આવ્ય, તેણે કહ્યું કે માતાજી! પિતાજી! તમે શા માટે રડે છે, હું આ લાકડીથી તે બક રાક્ષસને જઈ મારી નાખીશ, આ પ્રમાણે વારંવાર બોલતા તે બાળકે માતા પિતાની આંખના આંસુ લુંછી નાખ્યા, બાળક જેમ જેમ આંસુઓ લુંછતો હતો, તેમ તેમ તેઓની આંખે– માંથી આંસુઓ વધારે આવવા લાગ્યા. - કુંતીએ તે બાળકના વચનોને શુકનરૂપ માનીને તે બ્રાહ્મણને કહ્યું કે આપ આ વેશનો ત્યાગ કરે. અને કુટુંબને ખુશ કરે, મારા પાંચ પુત્ર મહાન શૂરવીર છે. તેમાંથી કોઈ એક જઈને તે રાક્ષસને મારી નાખશે, કુંતીના વચનોને સાંભળી તે બ્રાહ્મણ હસતા હસતા બોલ્યા કે માતાજી ! તમે તે રાક્ષસના પરાક્રમને જાણતા નથી, હું ત્યાં જઈશ, આપના પરાક્રમી પુત્રને ત્યાં જવાની અને મૃત્યુ સ્વિકારવાની જરૂરીઆત નથી.
બ્રાહ્મણ બકરાક્ષસના પરાક્રમો માતા કુંતીને સંભળાવતા હતા, ત્યાં ભીમે આવી કહ્યું કે આપના દુઃખથી મારા માતા ખૂબ જ દુઃખી છે. માટે આપ અહીં જ રહે, અને માતા હૃદયમાં થયેલા દુઃખને દૂર કરવા માટે હું જાઉં છું. "
'દેવશર્માએ કહ્યું કે મહાભાગ! હું જીવવાની અપેક્ષાથી આપને મૃત્યુના મુખમાં મેકલવા તૈયાર