________________
૨૦૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય અશ્ચિને પ્રકાશ સુરંગમાં પાછળ પાછળ આવતો હતો લેકેના મુખથી પુરેચન અને દુર્યોધનની નિંદા સાંભળતા પાંડે આગળ વધતા હતા, એટલામાં પ્રકાશ અદશ્ય થઈ ગયે. અંધકારનું સામ્રાજ્ય પથરાઈ ગયું. કુંતી અને દ્રૌપદીને ત્રાસ ન થાય તેવી રીતે બધા ભાઈઓએ ધીમે ધીમે ચાલવા માંડયું,
માતા અને પત્નીને પગપાળા ચાલતા જોઈને યુધિષ્ઠિર વિચાર કરવા લાગ્યા કે જેઓએ કઈ દિવસ દુઃખને અનુભવ કર્યો નથી, તે માતાને હું દુઃખી કરી રહ્યો છું. પાંડવેની પત્ની દ્રૌપદી એક ગરીબ સ્ત્રીની જેમ કેવી રીતે ચાલી રહી છે? પાંડવેની નજર સમક્ષ "દાભના અંકુશ દ્રૌપદીના પગમાં વાગતાં હતા, તેમાંથી લોહી વહેતું હતું. જગતમાં એક સ્વામિવાળી સ્ત્રી પણ સુખને અનુભવ કરે છે, પરંતુ પાંચ પતિ હોવા છતાં પણ દ્રૌપદી દુઃખને અનુભવ કરી રહી છે. યુધિષ્ઠિર આ પ્રમાણે મનમાં જ ચિંતન કરી રહ્યા હતા, ત્યાં કુન્તી અને દ્રોપદી થાકી જવાથી પડી ગયા, પાંડની આ સ્થિતિ નિર્માણ કરાવનાર વિધાતાને ધિક્કાર છે, કુન્તી અને દ્રૌપદીના દુઃખથી રાજાને અત્યંત દુઃખી જોઈ ભીમે કહ્યું કે હું તમારી સાથે છું. પછી તમે શા માટે આટલા બધા દુઃખી થાવ છે? આ પ્રમાણે કહીને પિતાના ડાબા-જમણા ખભા ઉપર માતાને તથા દ્રૌપદીને લઈ જંગલનાં ઝાડને તોડી નાખીને ચાલવા લાગ્યું.