________________
સિંગ મેં ]
: [ ર૪૧ જેવા દેખાતા હતા. આકાશમાંથી દેવતાઓ યુદ્ધ જેવા લાગ્યા. અને એકાએક કિરાતનો પગ પકડી લીધો અને આકાશમાં ચારે તરફ ભમાવીને જ્યાં પથ્થરની શિલા ઉપર પછાડવા જાય છે ત્યાં એક દિવ્ય પુરૂષને જે. અર્જુન આશ્ચર્ય પામ્યું. તે દિવ્ય પુરૂષે કહ્યું કે મેં તમારી વીરતાની પરીક્ષા કરવાને માટે આ માયા કરી હતી. તમારી વીરતાથી હું ખુશી થયે છું. તમારે જે જોઈએ તે માગી લે ! હું વિશાલાક્ષ પુત્ર ચંદ્રશેખર નામે વિદ્યાધર છું. મેં પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ સિદ્ધ કરેલી છે. હું મારા મિત્રના કાર્યને માટે આપની પાસે - આવ્યો છું. વરદાનની વાત પછીથી કરીશું. પહેલાં તમે “તમારું કાર્ય બતાવે ત્યારે તેણે કહ્યું કે – " આ વૈતાઢય પર્વત ઉપર રથનુપુર નામે એક નગર છે. ત્યાં નેમી રાજાના વંશમાં વિદ્યુ—ભ નામના એક રાજા થયા. તેમને પ્રબળ પરાક્રમી બે પુત્રો થયા. મોટાનું નામ ઇંદ્ર. નાનાનું નામ વિદ્યુમ્માલી. વિધુત્વભરાજાએ ઇંદ્રને રાજા બનાવી તથા વિદ્યુમ્ભાલીને યુવરાજપદે સ્થાપી પ્રવજ્યા ગ્રહણ કરી. ઈન્દ્રરાજા ફક્ત નામથી જ ઈન્દ્ર નહોતા પણ સંપતિ અને વૈભવથી પણ ઈદ્ર હતા.
યુવરાજ અત્યંત અવિનયી બની ગયો. તેણે પ્રજાની સંપત્તિઓ તથા સ્ત્રીઓના અપહરણ કરીને ખુબ જ દુઃખી કર્યા. નાગરિકોએ રાજાને વિનંતી કરી. રાજાએ એકાંતમાં નાનાભાઈને ખુબજ સમજાવ્યું. પરંતુ
૧૬