________________
૨ ]
[ પાંડવ ચરિત્ર 'મહાકાવ્ય તે જ વખતે કાલાહલને શાંત કરી હાથ ઉંચા કરી દ્રુપદ રાજાના પુત્ર અને દ્રૌપદીના ભાઈ દ્યુમ્ન રાજાઓ તરફ હાથ ઉંચા કરીને ખેલ્યા કે–સૂર્ય-સિ હઁગાન્ધવા -વિદ્યાધરા અને પૃથ્વી પર રહેલા તમામ મનુષ્યની સાક્ષીએ કહુ' છું કે અમારા કુલના અલ કારરૂપ દેવતા એથી સેવાયેલ આ ધનુષ્યને ઉઠાવી જે રાજા રાધાવેધ કરશે, તેમને તેમની વીરતાના પુરસ્કારરૂપમાં હું અદ્ભુત સૌભાગ્યશાલિની મારી વ્હેન આપીશ.
ત્યારબાદ ધનુષ્યારાપણુ માટે ઉઠતા રાજાના પરિચય દ્વારપાલ દ્રૌપદીને આપવા લાગ્યા, હે દેવી ! આપની આશામાં આ ધ્રુમદંત' રાજવી ખૂબ જ પરાક્રમી છે, તેમની ભૂજાઓમાં વીરવલય શેાલે છે. પરંતુ સામેથી છીક થઈ છે. એટલે પેાતાના આસને પાછા બેસી જાય છે.
હે સુનયને ! આ મથુરાપતિ ‘ધર' નામના રાજા છે. જલક્રીડામાં તેમની સ્રીએના નેત્રનું' કાજલ ધાવાઈ જવાથી યમુના નદીના પાણી કાળા થઈ ગયા છે. ગાવ નપ તની ગુફાએ તેનુ ક્રીડા સ્થાન છે. કયા કારણથી તેઓ મંચ ઉપરથી ઉતરીને પાછા બેસી ગયા ?
હે મૃગનયને ! આસન ઉપરથી ઉડનાર આ વિરાટ રાજા છે. લક્ષ્મીએ તેમના ઘરમાં કાયમને માટે વિશ્રામ લીધેા છે. તેમના હાથના સ્પર્શ થતાં જ ધનુષ્ય એકદમ આણ્ણા છેાડવા તૈયાર થાય છે. અને તેમની પ્રતિભ