________________
રર૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય હતા. સૈનિકે એ મેઘ સમાન રેવતાચળને જોયે. વિકસિત મોગરાના વૃક્ષ, આસપાલવના વૃક્ષો, ચંપાના વૃક્ષ, આંબાના વૃક્ષેથી મરમ્ય તે રૈવતાચળની ઉપરના વનને જઈ સેના સમુદ્રકિનારાની વનરાજીને ભુલી ગઈ. આ પ્રમાણે આકાશમાં ધૂળની ડમરીઓ ચઢાવતી તે સેનાએ લાંબો પંથ કાપીને ધીમેધીમે દશાર્ણદેશમાં આવી પહોંચી. ત્યાંના કર્મચારીઓએ કૃષ્ણ તથા યુધિષ્ઠિરને સુંદર વિશાળ આવાસ આપ્યા. તેમના નિવાસસ્થાનેની ચારે તરફ અંતઃપુરની સ્ત્રીઓને માટે તંબુઓ બનાવવામાં આવ્યા હતા. પિતાના બાહુબળથી શત્રઓને નમાવવાવાળા સામંતને માટે પણ યોગ્ય સ્થાન પર નિવાસ બનાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ મધ્યાહન સમય વિત્યા પછી વિશ્રાંતિ કરીને યુધિષ્ઠિર બેઠા હતા. તે વખતે દ્વારપાલે આવીને કહ્યું કે દેવ! માદ્રી માતાના સહેદર ભાઈ મદ્ર દેશાધિપતિ પરાક્રમી શલ્યરાજા દ્વાર પાસે ઉભા છે. જલ્દીથી આવવા દે આ પ્રમાણે કહીને ભાઈઓ સહિત યુધિષ્ઠિરે તેમનું સ્વાગત કર્યું. દ્વારપાલના હાથનું આલંબન લઈને ચાલતા શલ્યરાજાને યુધિષ્ઠિરે પ્રેમથી આલિંગન કર્યું. બીજા ભાઈઓએ ઉચિત નમસ્કાર કર્યા. આનંદપૂર્વક યુધિષ્ઠિરે પિતાના આસનની બરાબર આસન ઉપર રાજાને બેસાડયા. યુધિષ્ઠિરે બધાની કુશળતાના સમાચાર પૂછયા. ત્યારબાદ મદ્રરાજ શલ્યરાજાએ કહ્યું કે રાજનું!. વિશ્વકલ્યાણકારી