________________
૪૩૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય જાનમાં આવેલા જાનયાને અવાજ સાંભળી રાજીમતી અત્યંત ખુશી થઈ. હે રાજીમતી! તું તારી આંખોથી કુમારને જોઈ આનંદ પ્રાપ્ત કરી લે. એ પ્રમાણે તેની સખીઓના કહેવાથી પિતાના આઠ ભના ભર્તારને -કુમારને જોઈ રાજીમતીએ અદ્ભુત આનંદ પ્રાપ્ત કર્યો. એટલામાં રામતીના મુખકમળથી એકાએક નિઃશ્વાસ નીકળી ગયે. અણધાર્યા ઉત્પાતથી ચિંતાતુર સખીઓ રાજીમતીને પૂછવા લાગી કે સખી! આવા સુંદર આનંદના પ્રસંગે વિષાદ કેમ ! તેણીએ કહ્યું કે હું શું કહું? હું અભાગણી છું. મારી ડાબી આંખ ફરકે છે. ડાબો ઉરૂ પણ ફરકે છે. સખીઓએ આશ્વાસન આપી કહ્યું કે કુલદેવતાઓ દરેક રીતે તારું કલ્યાણ કરશે. સ્વામિના દશનામૃતથી તું તારા મનને શાંત કરી જેથી તારા બધા સંતાપ દૂર
થશે.
- સખિઓના કહેવાથી રાજીમતી કુમારને જોવા જાય છે એટલામાં નેમિકુમાર તેની આંખની સામે આવ્યા. નેમિકુમારે વિચિત્ર અવાજ સાંભળી સારથિને પૂછ્યું કે આર્તધ્વનિ કેન છે! સારથિએ કહ્યું કે તમારા લગ્નમાં માંસના ભેજનથી યાદવેનો સત્કાર કરવા માટે ઉગ્રસેન રાજાએ તમામ પ્રકારના પશુઓ મંગાવ્યા છે. સારથિની વાત સાંભળી દયાથી રોમાંચિત બનેલા નેમિકુમારે કહ્યું કે સઘળા પાપના કારણરૂપ આ સંસારને ધિક્કાર છે. માટે હે સારથિ! જ્યાં તે પશુઓ છે ત્યાં મારા રથને લઈ જા.