________________
શિક ૧૩]
[૩૮૬. એ તો નીચ પુનું કામ છે. આ પ્રમાણે કર્ણને શબ્દ બાણું મારતા કૃષ્ણ અર્જુનને કહ્યું કે અર્જુન! પુત્ર દ્રોહી આ દુષ્ટના પ્રત્યે દયા શા માટે ! જંગલમાં ફરતા સિંહને મારી શકાય છે. પરંતુ યુદ્ધમાં ગયા પછી સિંહને મારો મુશ્કેલ છે. તેવી રીતે તું કર્ણને હમણાં જ મારી નાખ. નહિતર રથારૂઢ થયા પછી તેને માટે મુશ્કેલ છે. આ કાર્ય ક્ષત્રિયોના માટે અનુચિત નથી કેમકે બળવાન શત્રુઓને વિનાશ કોઈપણ પ્રકારે કરે તે યોગ્ય જ છે. ઓ પ્રમાણે કૃષ્ણના શબ્દો સાંભળી ધનુષ્ય ધારણ કરીને કુરપ્ર બાણથી કર્ણને શિરચ્છેદ કર્યો.
: કુંડળની તિથી ચમકતું કર્ણનું મસ્તક પૃથ્વી ઉપર પડ્યું તે વખતે પાંડવ સેનામાં આનંદરૂપી ચંદ્રમાં અત્યંત પ્રકાશિત થયે. અને કૌરવરૂપી કમળવનમાં એકદમ મલિનતા આવી ગઈ. સંધ્યા થવાથી બન્ને સેનાઓ પોતપોતાની છાવણીમાં ચાલી ગઈ. જમીન ઉપર પડેલા કર્ણને કાનના કુંડાને ભીમે લઈ લીધા. આનંદિત પાંડે પણ પોતાના સ્થાનમાં આવ્યા.
..
કે તે કુંડલે વડે માતાના ચરણેની પૂજા કરી. કર્ણ વાથી પ્રસન્ન થયેલા પાંડવોએ માતાને પ્રણામ કર્યા. તે કુંડળેને ઓળખી કુંતીની આંખમાંથી આંસુઓ નીકળી પડ્યા. આશ્ચર્ય અનુભવતા યુધિષ્ઠિરે પૂછ્યું કે માતા ! આનંદના સમયે શેક શા માટે? આજે તે અર્જુને