________________
૩૦૦ ]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય માટે જ મારા પાંચ પતિ મને પિતાના પ્રાણથી પણ અધિક માને છે. આ પ્રમાણે બન્નેની વાત ચાલતી હતી. ત્યાં દ્વારકા નગરી આવી પહોંચ્યાં. શ્રીસમુદ્રવિજ્યાદિ દશે દિશાએ હર્ષોલ્લાસિત બનીને કુન્તીને પ્રણામ કર્યા. આનંદાશને વહાવતાં પાંડેએ મામાને પ્રણામ કર્યા.
ત્યાર બાદ દશાએ કહ્યું કે પહેલાં તીર્થયાત્રાના પ્રસંગે જ્યારે અર્જુન અહિં આવ્યા હતા ત્યારે અમે તેને સુભદ્રા આપી હતી. અત્યારે અમે તમે ચારે જણને લક્ષમીવતી, વેગવતી, વિજયા, રતિ એ ચાર કન્યાઓ આપીએ છીએ. એ પ્રમાણે કહીને પાંડવોને પિતાની ચાર કન્યાઓ આપી. ચારે નાના ભાઈઓ સહિત, યુધિષ્ઠિરનું સ્વાગત કર્યું અને દ્વારામતીની શોભા બતાવી. પાંડના પુત્રે પાંચાલ વિગેરે પ્રદ્યુમ્ન વિગેરે કુમારની સાથે નગરના 'ઉદ્યાનમાં અનેક પ્રકારની કીડાઓ કરવા લાગ્યા. કૃષ્ણને ભીમ અને દ્રૌપદીએ વિલાપ કરતાં કરતાં દુર્યોધનના અપરાધોનું વર્ણન કર્યું. કોધમાં આવેલા કૃષ્ણ મહારાજાએ બલવામાં ચતુર એવા દ્રુપદ રાજાના પુરોહિતને દુર્યોધનની પાસે મેકલ્યા. તે દૂત ઉચિત પરિવાર સહિત હસ્તિનાપુર પહોંચ્યા. સેવા માટે આવેલા નાના રાજાઓથી શોભાયમાન દુર્યોધનની સભામાં દૂતે પ્રવેશ કર્યો. દ્રોણચાર્ય, અશ્વત્થામા, ભીષ્મ, શલ્ય, જયદ્રથ, કૃપાચાર્ય, કૃતવર્મા ભગદત્ત, કર્ણ, વિકર્ણ, સુશર્મા, શકુની, ભૂરિશ્રવા, શિશુપાલ, દુઃશાસન, વિગેરે ભાઈઓ તથા લક્ષ્મણ વિગેરે પુત્રેથી તે સભા શેભતી હતી