________________
સુગે છો]
[ ૧૬૭
આજ્ઞા હોય તે હું તમને તમારા પિતાજીને ત્યાં મૂકી જા, દમયતીએ કહ્યું' કે પતિ સમાગમની વાત કરીને તમે મારી ઉપર મહાન ઉપકાર કર્યાં છે. પરપુરૂષની સાથે હું કયાંય જતી નથી, માટે હવે આપ પ્રસ્થાન કરે, તથા ધર્મ ધ્યાનમાં ચિત્તને સ્થિર કરા, ત્યારે તે રાક્ષસે સૂર્યના કિરણેાની સમાન પ્રકાશિત મણિ કુંડળથી યુક્ત પેાતાનુ સ્વરૂપ અતાવીને પ્રસ્થાન કર્યું.
ખાર વર્ષ વિત્યા પછી પતિનો સમાગમ થશે એમ જાણીને પતિવ્રતા ક્રમયતીએ અભિગ્રહ લીધા કે પતિ દન કર્યાં સિવાય લાલવસ્ત્ર, પાન, પુષ્પમાળા વિગેરે ગ્રહણ કરીશ નહી, આગળ ચાલતી દમય'તીએ મનને પ્રસન્ન કરનારી, નાના ફળેાથી યુક્ત વૃક્ષાવાળી, એક પતમાં કૃત્રિમ ગુફા જોઈ, ત્યાં વર્ષાકાલ વ્યતિત કરવાને માટેના નિર્ણય કર્યો, અને માટીની શ્રીશાંતિનાથ ભગવાનની પ્રતિમા બનાવીને સ્થાપના કરી, રાત દિવસ શ્રી શાંતિનાથ ભગવાનની આરાધના, ચતુર્થાંભત્ત, છઠ્ઠું, અર્જુમ, વિગેરે કરતી દમયતી પરમેષ્ઠિ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતી તેણી સમયવ્યતિત કરવા લાગી.
આ બાજુ દમયંતીને નહિ જોવાથી તેની તપાસ કરતા સા`પતિ અહી આવી પહેાંચ્યા, ગુફામાં કુશલિની જિનપૂજા કરતી દમયંતીને જોઈ અત્યંત ખુશી થયા, નમસ્કાર કરીને તે દમયંતીની પાસે બેઠા, તેણીએ પૂજાની પૂર્ણાહૂતી થયા બાદ સા પતિનું સ્વાગત કર્યુ., કુશળતા પૂછી,