________________
[૧૪૯
બંને આગળ વધ્યા, સંધ્યાએ પિતાનું સામ્રાજ્ય આકાશમાં જમાવ્યું, આકાશે ધીમે ધીમે શ્યામલ રંગ ધારણ કર્યો, તેપણું સારથિને રથ આગળ હાંકવાની નલરાજાએ સૂચના કરી, રાસ્તામાં ચાલતાં બંનેએ કાનને પ્રિય લાગે તે ભ્રમરનો અવાજ સાંભળ્યો, દમયંતીએ નલરાજાએ કહ્યું કે નાથ ! વૃક્ષ જોવામાં આવતું નથી તે પછી ભમરાએને ગુંજારવ કયાંથી ? નલે કહ્યું પ્રિયે ! અંધકાર હાવાથી કંઈ ખબર પડતી નથી, કે ભમરાઓને અવાજ કયાંથી આવે છે, આ સાંભળીને દમયંતીએ પિતાના કપાળને સ્પર્શ કર્યો, તે જ વખતે સૂર્યસમાન તેજસ્વી તિલક દમયંતીને કપાળમાં ચમકી ઉઠયું. નલરાજાએ આશ્ચર્યથી પૂછ્યું સુંદરી ! આ શું ! તેણીએ કહ્યું
સ્વામિન ! આ તિલક સહસાજ છે. તે તિલકના પ્રકાશમાં દંપતિએ પ્રતિમા ધારણ કરેલ એક મુનિને જોયા, કપાળની ખણુજને દૂર કરવા માટે એક હાથી લાકડાનું ઠુંઠું સમજીને મુનિને કપાળ ઘસતે હતે, મદઝરતા હાથીના કુંભસ્થળ ઉપર ભમરા ગુંજન કરતા હતા, ભમરાઓએ મુનિને ડંખ માર્યા છતાં મુનિરાજ ધ્યાનમાંથી ચલિત થયા નહતા, આ પ્રમાણે વિચારતા દંપતિએ ભક્તિભાવથી હાથીને દૂર કાઢી મુનિને વંદન કર્યા, વિશિષ્ટજ્ઞાની મુનિએ ધર્મદેશના આપીને કહ્યું કે દમયંતીએ પૂર્વભવમાં
વીસ તીર્થંકર નામને વિશિષ્ટ પ્રકારને તપ કરીને રત્નમય તિલક તીર્થકરોને ચઢાવ્યા હતાં, તેથી તપના પ્રભાવથી તેને આ ભવમાં કપાળમાં શાશ્વત તિલકની