________________
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય આપની પ્રતીક્ષા કરે છે. આ વચનને સાંભળી ભવદાવા– નળની ભીષણતાનું ચિંતન કરતાં રેષાદિ દેથી મુક્ત બનીને પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા દ્રોણાચાર્યે વિશ્વ બંધુ સમાન અરિહંત પરમાત્માનું શરણું સ્વિકાર્યું બ્રહ્મદ્વારથી ગુરૂને આત્મા નીકળી બ્રહ્મલેક (સ્વર્ગ) માં ચાલ્યા ગયે. તે જ વખતે તેમના માથાના વાળ પકડીને દૃષ્ટદ્યુને તલવારથી તેમને શિરચ્છેદ કર્યો.
દ્રોણાચાર્યના સ્વર્ગગમન બાદ કૌરવસેના આનંદ કરવા લાગી. તેના પ્રતિષથી જાણે કે ધનુર્વિદ્યાઓ પણ રડવા બેઠી. તે વખતે મધ્યાહ્નકાળમાં પણ કૌરવસેના માટે કાળરાત્રી સમાન અંધકાર હતું. જેમ સૂર્ય ચંદ્ર સિવાય આકાશ શૂન્ય દેખાય છે. તેવી રીતે ભીષ્મ અને દ્રોણ વિનાની કૌરવસેના શૂન્યમય દેખાવા લાગી, પાંડવસેના ખુશમાં હતી. દ્રોણ રૂપ શલ્યના નીકળવાથી પાંડના વિગ્રહ શત્રુની લક્ષ્મીને લેવા માટે પહેલાથી અધિક પ્રચંડ ઉત્સાહમાં આવી ગઈ
એટલામાં પાંડવોની પ્રસન્નતાને દુઃખમાં પરિવર્તન કરનાર પિતાના મૃત્યુથી શકાતુર અશ્વત્થામાએ યુદ્ધમાં પ્રવેશ કર્યો.
ત્યારબાદ આકાશને પીવાની ભાવનાવાળા દેવતાએને પછાડવાની શક્તિવાળી, પૃથ્વીને કંપાવતા, સમુદ્રોને