________________
સ : ૧૭મે ]
[૪૬૩
એસીને કુંતી જ્યારે દ્વારિકાના ઉદ્યાનમાં આવ્યા; ત્યારે પ્રભુના સમવસરણને હાથી ઉપરથી જોઈને પગે ચાલી ઉદ્યાનમાં આવ્યા, પ્રભુને નમસ્કાર કરી કુંતી ખેડા, ત્યારે દેવકીજીએ પૂછ્યું કે ભગવાન્ ! કાલે મારા ત્યાં સાધુ મહારાજ પધાર્યાં હતાં, તે બધા એક સરખા રૂપવાળા, તથા એકસરખા મુખવાળા હતા, તેઓને જોઈ મને અત્યંત સ્નેહ ઉત્પન્ન થયા, તેનું કારણ શું? પ્રભુએ કહ્યું કે ભઠ્ઠિલપુરનગરમાં નાગશ્રેષ્ઠિની પ્રિયા સુલસા છે. નગમેષિવે તમારી કુક્ષિમાંથી લઈને તેની કુક્ષિમાં મૂકી દીધા, આ છએ જણા શ્રીકૃષ્ણના મેાટાભાઇ છે, સુલસાની કુક્ષિમાં રહેલા છ મૃતગર્ભાને લાવી તમારી કુક્ષિમાં મૂક્યા હતા, મેં તે બધાને દીક્ષા આપી છે. તેઓ મેાક્ષગામી છે. એટલા માટે જ તેઓ કૃષ્ણના જેવા જ દેખાય છે. અને તેએને જોઈ તમારા મનમાં સ્નેહ ઉત્પન્ન થાય છે. ભગવાનના વાને સાંભળી કૃષ્ણ વિગેરે સહિત દેવકીજીએ તે છ મુનિએને વંદન કર્યું. દેશનાની પુર્ણાહૂતી થયા બાદ ખુશ થયેલા કૃષ્ણ કુંતીને લઈ મહેલમાં આવ્યા.
ખીજે દિવસે કુ તીની સાથે કૃષ્ણે સમવસરણમાં આવી ભગવાનને પૂછ્યું કે ભગવન્! સમૃદ્ધિવાળી આ નગરીનેા ક્ષય કેાનાથી થશે ? મારૂ' મૃત્યુ કાનાથી થશે? આપ કૃપા કરીને જણાવશેા, ભગવાને કહ્યું કે આ નગરીને વિનાશ દ્વિપાયન મુનિથી થશે, આ જરાકુમારથી તમારા