________________
સર્ગઃ ૧૩]
[૩૮૩ માને કે કણે અર્જુનને માર્યો હોત તો શું થાત ! કૃષ્ણના વચને સાંભળી પાંડેએ કર્ણને ઉદ્દેશી પિંડાદિદાન કર્યું.
જ્યારે પાંડવે સ્વસ્થ બન્યા ત્યારે તેઓએ દિવ્ય સ્વરૂપ સર્પોને જોયા. તે સર્પોએ કહ્યું કે અમે પનગેન્દ્ર સરોવરમાં તમને પીડા આપવાવાળા સર્પો છીએ. અમે લેકે એ યુદ્ધમાં કર્ણના રથને જમીનમાં ઉતારી નાખે હતો. તમે કાલે જ યુદ્ધસાગરથી પાર ઉતરી જશે. હવે આપ અમને આજ્ઞા આપે કે જેમાંથી પનાગેશ્વરના અમે દર્શન કરીએ. યુધિષ્ઠિર વિગેરે પાંડવોએ આદરપૂર્વક તેમને વિદાય કર્યા. | દુર્યોધન કર્ણના મૃત્યુથી શોકસાગરમાં ડુબી ગયે. શિબિરમાં જઈને મુખ નીચું કરીને પલંગ ઉપર પડે. મૂચ્છિત નિબ્બાણની જેમ તે કાંઈ જ સાંભળતે નહતો. અને કાંઈ જાણતો પણ નહોતું તેમજ બોલતા પણ નહોતો. રાહુની સાથે સૂર્યનું ગ્રહણ થાય છે ત્યારે ભૂમંડળ પર અંધકાર છવાઈ જાય છે. તેવી રીતે દુર્યોધન શેકસાગરમાં ડુબી જવાથી તેની સેના પણ ચિંતાતુર બની ગઈ હતી. છાતી કૂટતે જોર જોરથી દુર્યોધન જેવા લાગે છે કર્ણ ! હે કર્ણ ! કહીને વિલાપ કરવા લાગ્યો. ત્યારબાદ તે રડતો બંધ થઈ ગયે. એટલામાં અશ્વત્થામાએ આવી દુર્યોધનને ખૂબ આશ્વાસન આપીને કહ્યું કે આપ શલ્યરાજાને સેનાપતિ બનાવી પાંડ સાથે યુદ્ધ કરે.