________________
પોતાની સાથે
તેમના અભિને છોડી
ક ૧૪મા ]
[અવશ્વ ખે દેખાતો હતો. યુદ્ધથી ભયભીત થએલી યુદ્ધભૂમિની ધૂળ વિદ્યાધરના વિમાનમાં જઈને પિઠી. હાથીઓએ મદજળથી યુદ્ધની ધૂળને શાંત કરી. હાથીએની સામે દોડતા હાથીઓ ઉત્પાતના પવન જેવા ભયંકર પહાડસમા પડછંદ લાગતા હતા. ક્રોધથી લાલ આંખેવાળા સિનિકે યમના સેવકોની સમાન પરસ્પર બોલવા લાગ્યા.
એક બાજુ ધૃષ્ટદ્યુમ્ન અને બીજી તરફ ગાંગેય પિતાના યોદ્ધાઓને લડવામાં ઉત્સાહિત બનાવી રહ્યા હતા. એટલામાં એકી સાથે ઉત્તરકુમાર, અભિમન્યુ, પાંચ પાંચાલ યુદ્ધભૂમિમાં આવી પહોંચ્યા. તેમના બાણના પ્રહારથી જર્જરિત બનીને કૌરવપક્ષના સૈનિકે યુદ્ધભૂમિને છોડી ભાગવા લાગ્યા. ત્યારબાદ રથમાં ઉભા રહેલા મદ્રરાજ શલ્ય તથા હાથી ઉપર બેસેલા વિરાટપુત્ર ઉત્તરનું ભયંકર યુદ્ધ થવા લાગ્યું. વાદળમાં વીજળીઓની જેમ તે બંને કાનને ફોડી નાખે તેવા ધનુષ્ય ટંકારના અવાજે કરવા લાગ્યા, ચમકતા બાણોને મારો એક બીજા ઉપર ચલાવવા લાગ્યા. જેમ વાદળથી સૂર્ય ઢંકાઈ જાય છે તેવી રીતે ઉત્તરકુમારના બાણથી શલ્ય ઢંકાઈ ગયા પરંતુ ઈન્દ્રના વજથી પર્વત જેમ તૂટી જાય છે તેવી રીતે અનેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરનાર મદ્રરાજ શલ્ય શક્તિ મારીને ઉત્તરને પાડી નાખે. તે વખતે યુધિષ્ઠિરની સેનામાં એકાએક હાહાકાર મચી ગયે. ત્યારબાદ ફોટમાન થયેલ અધિષ્ઠિના પાર્ધારીઓએ બાણથી