________________
૧૫૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય પ્રકાશિત કરવા માટે સૂર્યો પિતાના પગલાં ઉદયાચલે માંડયા હતા, નળના હૈયામાં સંપૂર્ણ અંધકાર હતો, હજુ સૂર્યોદય થયે નહોતો, નલરાજાએ જંગલની વાટ પકડી, આગળ જતાં ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં જતા જોયા, નજદીક જવાથી તેમાંથી નીકળતી ભયંકર જવાળાઓ જોઈ, નલના અંતરમાં શોકાગ્નિ હતો તે પ્રમાણે વનમાં દાવાનળ હતું, આગમાં બળતા અને કરૂણ આકંદ કરતા પશુપક્ષીઓને સાંભળ્યાં, નલરાજાએ મનુષ્યની બોલી સાંભળી હે ઈક્વાકુ! -નલભૂપાલ ? મહાત્મન ! મને દાવાનલથી બળ બચાવે. આ શબ્દો સાંભળી નલરાજા આગળ ગયે, ત્યાં સર્પને જે. નલરાજાએ પૂછ્યું કે તમે મારું નામ કુંલ વિગેરે કયાંથી જાણે છે? વળી મનુષ્યની ભાષામાં કેવી રીતે બોલે છે ? તેણે કહ્યું કે હું પૂર્વજન્મમાં મનુષ્ય હતો, તે સંસ્કારથી મનુષ્યની ભાષા બોલું છું રાજન ! મને વિશુદ્ધ અવધિજ્ઞાન થયેલ છે, એટલે સંપૂર્ણ જગતને હાથમાં રહેલા બારની જેમ જાણું છું માટે આપ મારૂં અગ્નિથી રક્ષણ કરે, હું પણ મારાથી બનતું આપનું રક્ષણ કરીશ, સર્પના કહેવાથી દયાળુ નળરાજાએ પોતાનું વસ્ત્ર ઝાડ ઉપર ફેકયું, તેના આલંબનથી સાપ નીચે ઉતરીને નલરાજાના હાથ ઉપર કરડે, રાજાને ખૂબ જ દુઃખ થયું. કહ્યું કે હે સાપ ! આ તે પ્રત્યુપકાર છેને? અરે ! તારી જાતને સ્વભાવ છે કે તેને દૂધ પિવડાવે છે તેને જ તું કરડે છે. આ પ્રમાણે નલરાજા બેલતા હતા તેટલામાં તેના ઝેરના પ્રભાવથી શરીર કુબડુ બની ગયું,