________________
[[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય
માટે શિવાદેવી, કુન્તીદેવી વિગેરે માતાઓ ઉગ્રસેનના ઘેર - ગયા. ત્યાં દાસીઓએ વિધિપૂર્વક સ્નાન કરાવી અલંકારો પહેરાવીને રાજમતીને ચોરસ બાજોઠ ઉપર બેસાડી. શિવાદેવીએ કુન્તીદેવીને રાજીમતીના સ્વાભાવિક સૌંદર્યનું વર્ણન કર્યું અને કહ્યું કે દેવી! આના માથાના વાળ ભમરાઓથી પણ અધિક શ્યામ છે. કપાળ આઠમના ચંદ્રમાને પણ જીતે તેવું છે. તેના નેત્રો કાન સુધી આવેલા છે. તેની પાંપણે અત્યંત અદ્દભૂત છે તેના કાન જગતની દષ્ટિરૂપ મૃગીના જેવા છે. નયનકમળની નાળની શેભાને ધારણ કરવાવાળું તે તેનું નાક છે. આ પ્રમાણે તેના બને કપાળ તથા કામદેવની વિજ્યયાત્રા કાલિક શંખ સમાન તેની ગરદન છે. કમળની નાળ જેવા કોમળ તે તેના હાથ છે. તેના વક્ષસ્થળ જગતમાં અજોડ છે. મુઠ્ઠીથી પણ પાતળી તેની કમ્મર છે. તેની જંઘાઓ જગતમાં અદ્વિતીય છે. તેના બને ચરણોના નખના પ્રકાશથી કમળમાં વાસ કરવાવાળી લક્ષ્મી પણ લજજા પામે છે. મને તો વિશ્વાસ જ નથી આવતો કે આ પુત્રવધૂ મારા ઘરમાં પધારશે. ત્યારબાદ શિવદેવીની આજ્ઞાથી, દાસીએ રામતીને આભૂષણોથી, પુષ્પથી, માલતીની જેમ સજાવવા લાગી. તમામ અંગોમાં અલંકારથી અલંકૃત રાજીમતી નવા, વિકસેલા પુષ્પથી સુશોભિત સરોવરની જેમ દેખાવા લાગી. સુંદર વસ્ત્રાલંકાર પરિધાન કરીને પિતાના મુખને આરિસામાં જોઈ રાજીમતી મનમાં જ