________________
સર્ગ : ૧૭ મો હસ્તિનાપુર સામ્રાજ્યરૂપ કમલવનમાં ક્રીડા કરનારા રાજહંસ જેવા પાંડેએ ઘણું દિવસ આનંદમાં વ્યતિત કર્યા, ન્યાય અને ચિંતાથી પ્રાપ્ત કરવામાં આવતા અર્થ, કામને માટે તેઓએ પ્રયત્ન છેડી દીધા હતા, કલ્પવૃક્ષ વિગેરેને જીતવાવાળા ધર્મમાં તેઓ પ્રભુવચનનું સ્મરણ કરતા હતા, તેઓએ ન્યાય જલથી ધર્મવૃક્ષને ખૂબ જ સિંચન કર્યું હતું, જેનાથી તેમનું રાજય ધાર્મિક ગણાતું હતું, ધર્મશાળી ક્ષેત્રને એટલું બધું વિકસાવ્યું કે જેમાં કામ અને અર્થ કમલની જેમ ખીલવા લાગ્યા, દરરોજ નવીન પ્રકારે ધર્મ પ્રભાવનાઓને કરતા પાંડેએ જગતમાં એકછત્ર ધર્મનું સામ્રાજ્ય સ્થાપ્યું. જેમ મોરલાઓ વરસાદની પ્રતીક્ષા કરી રહ્યા હોય છે તેવી રીતે જગતના જીને આનંદ આપનાર નેમિપ્રભુના આગમનની પાંડે રાહ જોવા લાગ્યા.
તેઓના મનભાવને જાણતા ભગવાન નેમિનાથ પણ ભૂતલ ઉપર વિચરતા અનુક્રમે હસ્તિનાપુર પધાર્યા, તેઓના પધારતાં પહેલાં જ વાયુકુમારે એક એજન ૨૯