________________
[ ૨૧પ તેઓને પિતાના ઘેર લાવ્યો, એનું ઉચિત સ્વાગત કર્યું. ઍક્ષિષ્ઠિરને કહ્યું કે હે ભૂમિદેવ! આપને એક વિનંતિ છે કે મારા ઘરને, મારી સૌજન્યશાલિની પત્નીને, આ પુત્રને, આ કન્યાને, આપ પોતાના માનીને આ ઘરમાં રહેજે, અને અમારા નગરને પવિત્ર બનાવે, લોકોને સમજાશે કે પૃથ્વી બહુ રત્નથી ભરપુર છે બ્રાહ્મણની વિનંતિથી અને કુટુંબની સંમતિથી યુધિષ્ઠિરે તેના ઘરમાં નિવાસ કર્યો, બહારથી બ્રાહ્મણવેશમાં રહેતા અને અંતરથી પરમહંતુ પાંડવો બ્રાહ્મણના ઘેર દિવસ વિતાવવા લાગ્યા, કુંતી-દ્રૌપદી અનવરત જિનપૂજા કરવા લાગ્યા, દેવશર્માની સાવિત્રી નામની પત્નીએ પોતાના વિનયથી કુંતીના મનને વશ કરી લીધું. કુંતીન્દ્રૌપદીની સમાન તેને ગણવા લાગી, એ પ્રમાણે આનંદથી એક દિવસની જેમ ઘણા મહીનાએ પાંડેએ વીતાવ્યા.
એક દિવસ જ્યારે ભીમ ઘરમાં હતો અને બીજા ચારે ભાઈઓ નગરમાં ફરવા ગયા હતા, તે વખતે દેવશર્માના કુટુંબને કરૂણુસ્વર સાંભળીને કુંતી ખૂબ જ દુઃખી થયા, તેમણે જઈને દેવશર્માને કહ્યું કે વત્સ! તારી ઉપર શું દુખ આવી પડયું છે? દેવશર્માએ કુંતીને દુઃખદ કથા કહી સંભળાવી, કે આ નગરીમાં ભયંકર ઉપદ્રવ થયો હતો, લોકોએ આકાશમાં એક મોટી શિલા જોઈ, અત્યંત ઘોર અંધકારથી લેકે વ્યાકુલ બન્યા, કપાંતકાળના પવનનાના ભાઈની જેમ વૃક્ષને ઉખાડી
'
,
'•
•