________________
૬]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય જગ્યાએ ભીમ પડ હતું, તે જગ્યાને પાણીથી સ્વચ્છ કરી, ચેખાથી તેનું પૂજન કર્યું. ત્યાર બાદ આનંદ પામી કુન્તીની સાથે પાંડુરાજા રાજધાનીમાં પાછા ગયા.
એક વખત કુંતીએ રાતના છેલ્લા પ્રહરમાં ઐરાવણ હસ્તી ઉપર બેઠેલા ઈન્દ્રને સ્વપ્નમાં જો, પ્રાતઃકાલમાં કુંતીએ રાજાને સ્વપ્નનું ફલ પૂછ્યું. રાજાએ કહ્યું કે ઈન્દ્રની સમાન કાન્તિવાળે પુત્ર થશે, કુંતીએ પ્રસન્નતાથી ગર્ભ ધારણ કર્યો, પ્રાતઃકાલનું સ્વપ્ન સાચું પડે છે. ગર્ભના પ્રભાવથી સમસ્ત પૃથ્વીને પિતાને વશ કરવાને, ચમરાજને દંડ આપવાને, સૂર્ય ચન્દ્રને પીડા આપવાવાળા રાહુ ઉપર આક્રમણ કરવાને દેહદ ઉત્પન્ન થયે.
સમયાનુસાર શુભ મુહૂર્ત કુંતીએ પુત્રને જન્મ આપે, તે જ વખતે આકાશવાણી થઈ કે ભાઈઓની આજ્ઞા શિરોમાન્ય કરશે, અને જગતમાં અદ્વિતીય ધનુર્ધારી થશે, કોઈનાથીયે ન જીતી શકાય તેવ, અને નીતિવંત બનશે. કર્મને ક્ષય કરી મુકિતએ જશે. આકાશમાં પણ તે જ વખતે સંગીતને આરંભ થયે. રંભા, ઉર્વશી, વિગેરે અપ્સરાઓએ નૃત્ય શરૂ કર્યું. પાંડુરાજાએ પણ પુત્ર જન્મને અનુલક્ષી માટે ઉત્સવ કર્યો, રાજાએ પુત્રનું નામ અર્જુન રાખ્યું. વળી સ્વપ્નમાં ઈન્દ્ર દેખાવાથી બીજું નામ “ઈન્દ્રપુત્રી પણ રાખ્યું. - ત્યારબાદ મદ્રરાજની પુત્રી અને પાંડુરાજાની