________________
સર્ગ : ર ] કન્યાઓ તથા વિદ્યાધર કન્યાઓની સાથે લગ્ન કર્યા છે, તે બધાને સાથે લઈ જદીથી આપની સેવામાં હાજર થઈશ, આ પ્રમાણે કહીને વસુદેવ ત્યાંથી ઉત્તરદિશામાં પ્રયાણ કરી ગયા, સમુદ્રવિજયરાજા પણ પોતાના નગરમાં આવી ગયા, ઘણા દિવસો ગયા બાદ એક દિવસ ઉત્તરદિશાથી વિમાનની હારબંધ શ્રેણી આવી. રાજાને કોઈએ વસુદેવના આગમનની વધામણી આપી, રાજાએ વસુદેવને તેની પત્નીઓ સહિત મહામહોત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યું, કંસ પણ મથુરાથી આવ્યા, અને વસુદેવને તેણે સત્કાર કર્યો. ' '
. રાજાની આજ્ઞા લઈને “કંસ સેવા કરવાની ભાવનાથી વસુદેવને લઈ મથુરા આવ્ય, પિતાના કાકા દેવકની કન્યા દેવકીની સાથે વસુદેવના લગ્ન કરાવ્યાં.
તે ઉત્સવના સમયે ભિક્ષાને માટે કંસના ભાઈ અતિમુક્તક મુનિ આવ્યા, કેસની પત્ની જીવયશાએ અત્યંત ઉલ્લાસથી મુનિને આલિંગન કર્યું. મુનિએ તેણીને કહ્યું કે જેના વિવાહેત્સવમાં તું મદમસ્ત બનીને માચે છે, હાલે છે, તેને જ સાતમે ગર્ભ તારા પતિને મારનાર હશે. મુનિના વચન સાંભળતાંની સાથે જ ! જીવ શાને ઉન્માદ'ઉત્તેરી બેથી તેણીએ આવી કંસને કહ્યું. કંસ આ સાંભળીને મુગ્ધ બની ગયી, મૃત્યુ અને આપત્તિની વાત કેને પીડા નથી કરતી.