________________
૪૫૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય એટલા માટે જ મિથ્યાત્વરૂપી સરોવરના પાણીને છેડી દઈ અમૃતનું પાણી પીવું જોઈએ, કે જેથી અનેક પ્રકારના સુખને આપનારી શાશ્વત જ્યોતવાળી શિવપુરી મેળવી શકાય. ' આ પ્રકારે ભગવાનની અમૃતમયી દેશનાનું શ્રવણ કરીને તદ્દભવ મુક્તિગામી આત્માઓએ સંયમ માર્ગને સ્વિકાર કર્યો, યુદ્ધમાં જે સ્ત્રીઓએ વૈધવ્ય પ્રાપ્ત કર્યું હતું તે બધી સ્ત્રીઓએ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી, ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીએ સમ્યકત્વ સહિત બાર વ્રતોને સ્વિકાર કર્યો, બીજા પણ કેટલાક આત્માઓએ દેશવિરતિ– પણું તથા સર્વવિરતિપણું સ્વિકાર્યું. ઉચિત સમયે પ્રભુએ દેશના પૂર્ણ કરી. ઈન્દ્ર, યુધિષ્ઠિર, વિગેરે પિતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા, ત્યારબાદ દેવો સહિત પ્રભુએ અનેક સ્થળે વિહાર કરી, દેશનાથી અનેક આત્માઓને પ્રતિબોધ કર્યો, પાંડે પણ પ્રભુના વચનને ગ્રહણ કરી દરરોજ આહંન્દુ ધર્મની પ્રભાવના કરવા લાગ્યા.
એક દિવસ જગતમાં કૌતુક જોવાની ઇચ્છાવાળા નારદજી આકાશ માર્ગે દ્રૌપદીના મહેલમાં આવ્યા, દ્રૌપદીએ તેમને સત્કાર કર્યો નહીં. તેથી નારદજી ક્રોધાયમાન બનીને વિચારવા લાગ્યા કે દ્રૌપદીને કોઈ પણ ઉપાયે દુઃખી કરવી જોઈએ, આ પ્રમાણે વિચાર કરીને પક્ષીની જેમ નારદજી તરતજ ઉડી ગયા, મહેલમાં