________________
સર્ગ : ૧
. એક દિવસ જરાસંઘને સમક નામને દૂત દ્વારકા નગરીમાં આવ્યા, ચારે તરફ ખાઈની જેમ સમુદ્રથી. વીંટળાએલી સુવર્ણમય મહેલથી સુશોભિત દ્વારકાનગરીને જોઈ તેણે ઇંદ્રની નગરી અમરાવતીને પણ તૃણ સમાન તુચ્છ માની હતી, બજારમાં મેટા મેટા સુવર્ણ અને રત્નના ઢગલા જોઈને તેણે વિચાર કર્યો કે સમુદ્રને રત્નાકરની ઉપમા લોકોએ બેટી આપી છે. ખરેખર! રત્નાકર તે દ્વારકાનગરી જ છે. ત્યારબાદ અક્ષમ્ય આદિ ભાઈઓથી નેમિ, મહાનેમિ, કૃષ્ણ વિગેરે પુત્રોથી પરિ વરેલા, રાજાઓના મુકુટમણિઓથી, ચમકતી વેશ્યાએથી ઢળાતા ચામરોથી સુશોભિત રત્ન સિંહાસન ઉપર બેઠેલા બીજા ઈંદ્રની સમાન સભામાં સમુદ્રવિજય રાજાને જોયા. જરાસંઘરૂપ સૂર્યના મૂર્તિમંત પ્રતાપ જે તે દૂત રાજાની આગળ જઈને બેઠે, યાદવવંશમાં કૌસ્તુભમણિની સમાન રાજા સમુદ્રવિજયને કહ્યું કે રાજન ! અખંડ કીર્તિશાળી જગતના અદ્વિતીય પરાક્રમી મગધેશ્વર જરાસંઘે કહ્યું છે કે ગાયનું દુધ પીને હષ્ટપુષ્ટ આપના બને કુમારેએ ઘણી નિર્દયતાથી મારા જમાઈ કંસરાજાનો