________________
કર૬] .
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય કરીને કૃષ્ણ લક્ષ્મીરૂપ હાથણીના સુંદર આલાનરૂપ ત્રિખંડ રક્ષા સમર્થ પિતાની ભુજા પકડવાને માટે લાંબી કરી. નેમિકુમારે કૃષ્ણની ભુજાને કમળની નાળની માફક વાળી નાખી. નેમિકુમારે પર્વતેન્દ્રની સમાન પિતાને હાથ લાંબે કર્યો. પ્રથમ તે કૃષ્ણ અવહેલનાથી નેમિકુમારના હાથને પિતાના સ્થાનથી ચલાયમાન કરવા તૈયાર થયા. પરંતુ પોતાનું સમગ્ર બળ એકત્રિત કરીને જેવી રીતે વાનર વૃક્ષ ઉપર લબડે છે. તેવી રીતે નેમિકુમારના હાથ ઉપર લબડી ગયા. તો પણ નેમિકુમારને હાથ જરા પણ કૃષ્ણ વાળી શકયા નહિ. ભાઈને ગુણાતિશયથી અત્યંત પ્રસન્ન, ગુણપક્ષપાતી, કૃષ્ણ નેમિકુમારના હાથને છેડી સ્નેહથી વારંવાર આલિંગન કર્યું અને કહ્યું કે ભાઈ! આપણા કુળમાં અસાધારણ પરાકમવાળા આપ ઉત્પન્ન થયા છે, એ મારું કુળ જગતમાં બધાથી અધિક પ્રશંસનીય છે. જેવી રીતે બલરામ મારી શક્તિથી આનંદ પામે છે તેવી જ રીતે આપના બાહુબળથી હું અત્યંત આનંદ પામું છું.
નેમિકુમારની ખૂબ જ પ્રશંસા કરીને કૃષ્ણ પિતાના મહેલમાં આવીને કૃષ્ણ બળરામને પૂછ્યું કે આર્ય ! શું તમે મારા કાકાના પુત્ર નેમિકુમારનું ભુજાબળ જોયું છે ? શકેન્દ્ર તથા ચકવતિથી પણ અધિક બળવાન તેઓ છે. તે પછી નેમિકુમાર પિતાના અનુપમ શૌર્ય વડે છ ખંડ પૃથવી શા માટે જીતી લેતા નથી ! બલરામે કહ્યું કે