________________
સર્ગ કા છો ]
[૧૭જાડેથી દક્ષિણ તરફના રસ્તે કેશલાપુરી જાય છે. દેવી ? તું તારી ઈચ્છાથી બેમાંથી કોઈપણ જગ્યાએ જજે, હું મારૂં મુખ તને કયાંય બતાવવા એગ્ય નથી. ' '' આ પ્રમાણે લખીને સજળનયને નલરાજાએ ચાલવા માંડયું. વચ્ચે વચ્ચે પાછું વાળીને સૂતેલી દમયંતીને જોતા હતું અને આંખમાંથી આંસુ વહાવતો હતો, થોડે જઈને રાજા પાછો આવ્ય, દમયંતીના મુખને જોઈ વિધાતાને ધિક્કારતે બેલતો હતો કે આવી સુંદર દમયંતીને બનાવી આવી ગરીબ અવસ્થામાં શા માટે મૂકી? મુખ માણસ પણ બેરડી વાવીને કાપતો નથી. તે પછી ઈચ્છિત ફળને આપવાવાળી કલ્પલતાને કોણુ કાપે? હે વિધાતા ! કમલમાં રહેલી તું “જડ અને નિષ્ઠુર છે તું જ ચંદ્રમાને રાહુથી પીડા અપાવે છે. તે વખતે નલરાજા કહેવા લાગ્યો કે હે વનદેવતા! આપ કો મારી પ્રાણપ્રિયાના તરફ નિર્દય નહી બનતા, આપ લેકે જરૂરથી ધ્યાન આપશે, કે તેને કેઈ ઉપદ્રવ ન થાવ, અને સવારના તેણીને સ્વજનના ઘેર જવાનો રસ્તો મલી જાય, આ પ્રમાણે કહી નલદેવે ચાલવા માંડયું. જ્યાં સુધી દમયંતી દેખાતી હતી, ત્યાં સુધી પાછું વળીને જોતો જોતો નલરાજ એક ઝાડમાં ભરાઈ ગયે, મનમાં નિશ્ચય કર્યો કે સૂર્યોદય થયા પછી હું જંગલમાં ચાલ્યા જઈશ, અને દમયંતી પિતાની ઈચ્છા, મુજબના માર્ગે ચાલી જશે, આ પ્રમાણે વિચારતાં આખી રાત ચાલી ગઈ, અંધકાર ચાલ્યા ગયે, અને ભૂમંડલને