Book Title: Pandav Charitra Mahakava
Author(s): Bhanuchandravijay
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 503
________________ ૪૯૪] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય બનાવી, ઈન્દ્ર વિધિપૂર્વક પૂજા કરીને પ્રભુના શરીરને પાલખીમાં મૂકયું. ગોશિર્ષ ચંદન વિગેરે કાષ્ઠોથી રત્નમયી શિલા ઉપર નૈઋત્ય દિશામાં દેવોએ પ્રભુની ચિતા બનાવી, પ્રભુના શરીરને રાખવામાં આવેલી પાલખીને રત્નમય વેદિકા ઉપર લઈ જઈને ઈન્દ્ર દેવતાઓ દ્વારા અગ્નિસંસ્કાર કરાવ્ય, ક્ષીરસાગરના પાણીથી વાદળાઓ દ્વારા ચિતાગ્નિ શાંત પાડીને દેવતાઓ તથા મનુષ્યોએ પ્રભુના અસ્થિ વિગેરે લઈ લીધા, અગ્નિસંસ્કારથી પવિત્ર તે રત્નશિલા ઉપર ઈન્દ્ર શ્રીનેમિ જિનેશ્વરનું મંદિર બનાવ્યું. પ્રભુ પ્રતિમાને નમસ્કાર કરી રડતાં રડતાં સુરેન્દ્ર-અસુરેન્દ્રનરેન્દ્ર વિગેરે પિત પિતાના સ્થાનમાં ગયા. વિદ્યાધર મુનિના મૂખથી દુઃખદ સમાચાર સાંભળી. પાંડવોને અત્યંત આઘાત લાગે, ખૂબજ દુઃખી થયા, ખરેખર! અમારું ભાગ્યે જ સર્વથા પ્રતિકુલ છે. બલરામ મુનિના દર્શન ન થયા, તેમજ ન તો પ્રભુના દર્શન થયા, જગતમાં તેઓ ધન્ય છે, તેમની માતા ધન્ય છે, તેમને જન્મ ધન્ય છે, કે જેઓને દીક્ષા ઉત્સવ પ્રભુના હસ્તે થયે. હંમેશા પ્રભુ વચન સાંભળ્યા, બધાથી અધિક તે તેઓ ધન્ય છે, પ્રશંસનીય છે કે, જેમને નિર્વાણ મહોત્સવ -પ્રભુની સાથે જ થયે. ભાગ્યહીન આત્માઓના મારથ કદાપિ ફળદાયી થતા નથી. દરિદ્રને કોઈ દિવસ કલ્પતરૂને સમાગમ થતો નથી. અમે વિચિત્ર પુણ્યપ્રકૃતિવાળા છીએ. પ્રભુના દર્શન કર્યા સિવાય પારણું કરવું નહીં એ

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506