________________
૪૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય .. આ બાજુ શૌર્યપુરમાં વસુદેવ પર્વતમાં, મહેલમાં, ઉદ્યાનમાં, સ્વેચ્છા વિહાર કરવા લાગ્યા, તે બધી જ સુનયનાઓને નેત્રોજન અને તેણીઓના મનના ચતુરક્ષર (ચારઅક્ષરવાળા) મંત્રાક્ષર સમાન બની ગયા, એક વખત નાગરિકોએ આવી સમુદ્રવિજયને વિનતિ કરી કે અમારી સ્ત્રીઓ વસુદેવમાં એટલી આસક્ત છે કે તે પિતાના પતિને પણ તુચ્છ માને છે. નાગરિકોને વિદાય કરી, સમુદ્રવિજયે વસુદેવને કહ્યું કે વત્સ ! સ્વચ્છન્દ વિહારથી તમે અત્યંત દુર્બલ બની ગયા છે, માટે મહેલમાં જ તમે બધી કલાઓને અભ્યાસ કરો, રાજાની આજ્ઞાને માન્ય કરી વસુદેવ મહેલમાં રહેવા લાગ્યા, એક દિવસ અંતઃપુરમાંથી આવતી દાસીને જોઈ, વસુદેવે તેના હાથમાંથી ચંદનનું પાત્ર ઝુંટવી લીધું, દાસી બેલી કે મહારાણી શિવદેવીએ રાજાના માટે જ પ્રેમથી આ પાત્ર મોકલાવેલ છે. તે તમે કેમ લઈલે છે? તમારા લક્ષણથી જ રાજાએ તમોને મહેલમાં પૂરી રાખ્યા છે, ત્યારે વસુદેવે દાસીને કારણ પૂછ્યું. નાગરિકેની ફરીયાદ સંબંધી બધી વાતો દાસીએ વસુદેવને કહી સંભળાવી, વસુદેવના મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ. અનિચ્છાએ દિવસ પસાર કર્યો, રાત્રીએ વસુદેવ ચાલી નીકળ્યા, સવારના પ્રવેશ દ્વાર ઉપર રાખની પિટલી તથા એક ચિઠ્ઠી લટકતી પહેરગીએ જઈ પહેરગીએ સમુદ્રવિજ્યને સુપ્રત કરી, રાજાએ ચિઠ્ઠી વાંચી, તેમાં લખ્યું હતું કે જેના માટેને ઠપકે વડીલો પાસે પહોંચ્યું છે, તેવા માનવીને મરવું એ જ ઈચ્છનીય છે, તેના માટે