________________
સર્ગ : છઠ્ઠો ] "
[૧૩૫ ક્ષેત્રમાં ધનવ્યય કરવા લાગ્યો, અને ધર્મરૂપી વહાણમાં લક્ષમીને સુરક્ષિત બનાવી.
- રાજા યુધિષ્ઠિરે પાંચમા ચકવતિ અને સલમા તીર્થકર ભગવંત શાંતિનાથ સ્વામિનું અનેક રત્નોથી મંડિત જિનાલય, દેવભુવનને લજજત બનાવે તેવું બનાવ્યું. સુવર્ણ માણેકથી શેભતું તે જિનાલય જોઈ લેકે સુમેરૂ પર્વતની શોભાને પણ ભૂલી ગયા, સ્ફટિક રત્નમય, પગથીઆ બનાવ્યા, આ જિનમંદિરની તુલના કરી શકે તેવું બીજું કોઈ જિનમંદિર ભૂમંડળ ઉપર ન હોતું.
જગતમાં અદ્દભૂત જ્ઞાનાદિ અતિશયરૂપી લક્ષ્મીવંત ભગવાન શ્રી શાંતિનાથની પ્રતિષ્ઠા તથા ધ્વજારોપણ નિમિત્તે રાજા યુધિષ્ઠિરે દૂતોને મોકલી રાજાઓને આમંત્ર ત્રણ આપ્યા, નકુલને મેકલી કૃષ્ણને આમંત્રિત કર્યા, પોતાના ભાઈઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ ધરાવતાં રાજાએ સહદેવને મેકલી પરિવાર સહિત દુર્યોધનને બેલાવ્યો, રાજા યુધિષ્ઠિરની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે બધા રાજાઓ પિતાના દેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓ રાજાને આપવા માટે લેતા આવ્યા હતા.
પૂર્વ દેશના રાજાઓ, હાથી, દક્ષિણ દેશના રાજાઓ વૈર્યરત્ન, પશ્ચિમ દેશના રાજાઓ કૌશેય વસ્ત્રો, સેનાના આભૂષણે, ઉત્તર દેશના રાજાઓ ઉત્તમ પ્રકારતા ઘડાઓ લાવ્યા હતા, તે રાજાને ભેટમાં આપી દીધા.