________________
૫૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય એક દિવસ કંસ દેવકીજીને જોવા માટે વસુદેવના ઘેર આવ્યા, છિન્નાસિકા બાળકીને જોઈ મુનિવચનને યાદ કરી, તે ખુબ જ ડરી ગયા. પિતાના મહેલમાં આવી એક નિમિત્તજ્ઞને પૂછયું કે મુનિવચન સત્ય થશે કે અસત્ય ? તેણે કહ્યું કે હે રાજન ! મુનિવચન કોઈ દિવસ ખોટાં પડતાં નથી, આપને દુશ્મન અને દેવકીજીને સાતમે પુત્ર જીવિત છે. તે કયાં છે તે હું જાણતો નથી. પરંતુ તેને જાણવાને ઉપાય હું બતાવું છું, તમારી પાસે જે દુષ્ટ અરિષ્ટ નામનો બળદ છે. અને અતિ દુરશીલ અને લેકમાં ઉત્પાત મચાવનાર “કેશી” નામનો જે ઘડે છે. તેઓને તમે મથુરાનગરમાં છેડી દે, જે માનવી તે બંને પશુઓને મારશે તે જ આપને મારનાર હશે. વળી આપના ઘરમાં સારંગ ધનુષ્ય છે તેને જે રચઢાવશે તે શારંગધર (વાસુદેવ) થશે. આપના ચાણુરમલ્લને, તથા પવોત્તર અને ચંપક નામના હાથીઓને મારનારે આપને દુશ્મન અને આપને જ મારશે. યમુના નદીમાં કાલિયનાગનું દમન કરશે તેજ આપના જીવનને અંત લાવનાર હશે. નિમિત્તજ્ઞને વચન સાંભળી કંસ મનમાં અત્યંત દુઃખી થવા લાગ્યો. નિમિત્તજ્ઞને વિદાય કરી મંત્રીની સાથે વિચાર કરીને કેસે આજ્ઞા કરી કે લીલું સારું ઘાસ ખવડાવીને બળદ તથા ઘેડાને યમુના વનરાજીમાં છોડી મૂકે. ચાણુર તથા મૌષ્ટિકને સારા રસાયણે આપે કે તેઓ રૂષ્ટ પુષ્ટ બને કે જેનાથી તેઓ કોઈપણ મલ્લને જીતી શકે, કંસની આજ્ઞાનુસાર મંત્રીએ બંધુ જ કાર્ય કર્યું. કૃષ્ણ ચાંદની