________________
૪૫૬ ].
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય સમુદ્રના પૂર્વ ક્વિારે આવી કૃષ્ણને મલ્યા, સુસ્થિત નામના લવણસમુદ્રના અધિષ્ઠાયકની આરાધના અઠમતપથી કૃષ્ણ કરી, સુસ્થિતદેવે કૃષ્ણની પાસે આવી હાથ જોડીને કહ્યું કે હે મેરારિ! આપ આજ્ઞા આપે, હું આપનું શું કાર્ય કરૂં? કૃષ્ણ કહ્યું કે ભદ્ર! કેઈએ દ્રૌપદીનું હરણ કર્યું છે, “તેણે ધાતકી ખંડમાં છે એ પ્રમાણે સાંભળ્યું છે. તમે એવું કાર્ય કરે કે જેથી દ્રોપદીની પ્રાપ્તિ થાય, કૃષ્ણના વચને સાંભળીને સુસ્થિતદેવે કહ્યું કે સૈન્ય સહિત શત્રુને મારી નાખી સમુદ્રમાં ફેંકી દઈશ, અને ધાતકી ખંડમાંથી દ્રૌપદીને લાવી હું તમને સમર્પણ કરૂં છું; આપ આવા સામાન્ય કાર્ય માટે આટલે બધો પરિશ્રમ શા માટે કરે છે? કૃણે કહ્યું કે તમે આ બધું કાર્ય કરી શકે તેમ છે, પરંતુ મારા માટે તે અપયશ કર્તા છે. માટે તમે એ કઈ પણ ઉપાય કરી બતાવે કે જેથી અમારા છ રથ સમુદ્ર પાર કરીને ધાતકી ખંડમાં ચાલ્યા જાય, સુસ્થિતદેવની સહાયતાથી પાંડ સહિત કૃષ્ણના છ રથ લવણસમુદ્રનું ઉલ્લંઘન કરીને ધાતકી ખંડની અમરકંકા નગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા, દારૂકને પદ્મનાભ પાસે મેકલા, પદ્મનાભની સભામાં જઈને પાદપીઠ ઉપર પગ રાખીને ભાલાની અણી ઉપરથી પત્ર આપે, અને બોલ્યા કે નીચ અભિમાની ભૂપાલ! જંબુદ્વીપના ભરતાર્ધપતિ કૃષ્ણ વાસુદેવે કહેવડાવ્યું છે કે મારા ભાઈઓ પાંડેની પત્ની દ્રૌપદીનું હરણ કરતી વખતે તને મારી ભુજાબલને પણ વિચાર આવ્યું નહી?