________________
૪૮૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય મુનિએ મા ખમણ કર્યું. પારણને દિવસે તેઓ નજીકના કેઈક ગામમાં ગયા, ગામમાં પ્રવેશ કરતાં મુનિનું લાવણ્ય અને રૂપ જોઈને એક બાળકવાળી સ્ત્રી ગામના કૂવા ઉપર પાણી ભરતી હતી તે સ્ત્રી બલરામ રૂપથી મોહિત બનીને ઘડાના બદલે બાળકના ગળામાં દેરડું બાંધી કૂવામાં નાખવા લાગી. સ્ત્રીનું આ અનુચિત કાર્ય જોઈ બલરામ મુનિએ તરત જ ત્યાં જઈને તેણીને પ્રતિબોધ કર્યો, વ્યાહ પ્રાપ્ત કરાવનાર પિતાના રૂપની નિંદા કરી, બલરામ મુનિ પાછા આવ્યા, વનમાં આવી તેઓએ અભિગ્રહ ધારણ કર્યો, વનમાં આવતા રથકાર (લાકડાકાપનારા) વિગેરેની પાસેથી આહાર ગ્રહણ કરીને પારણું કરીશ, ત્યારથી તે પ્રકારના પારણાં કરતા બલરામ મુનિ આ જંગલમાં ઘણે સમય રહ્યા.
અદ્દભૂત અંગવાળા અત્યંત તેજસ્વી તપ કરતા બલરામ મુનિને જોઈ તે લાકડા કાપનારાઓએ જઈને પિતાપિતાના રાજાઓને કહ્યું કે અત્યંત બલવાન-તેજસ્વી એક મહાપુરૂષ વનમાં તપસ્યા કરે છે. તુછ મનવાળા તે રાજાઓએ ભયભીત બનીને મનમાં વિચાર્યું કે અત્યંત બલવાન તે મહાપુરૂષ જરૂર આપણું રાજ્ય પડાવી લેશે.” માટે હમણા જ આપણે આપણી સેના સહિત જઈને મારી નાખીએ”, આ પ્રમાણે વિચારી તે બધા રાજાઓ પિતપોતાની સેના લઈને બલરામને ચારે દિશા– એમાંથી ઘેરી વળ્યા, ત્યારે સિદ્ધાર્થ દેવે વક્રિય શક્તિ