________________
૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ન જોયા કરે છે, પ્રતિહારીની વાત સાંભળી દ્રૌપદીએ મનમાં વિચાર કર્યો કે હમણાં આના જેવો બીજો કોઈ ધનુર્ધારી નથી, અદ્વિતીય અને અદ્ભુત છે. પુત્રની સમાન તેની રચના કરીને વિધાતા શું મને ઠગવા માટે આવી છે? હું કુલદેવતાઓને પ્રાર્થના કરું છું કે મારું મન પાંડુપુત્રો સિવાય ક્યાંય જાય નહી, કર્ણએ ઘણું મુશ્કેલીએ ધનુષ્ય ' ઉપાડ્યું, પણ રાધાવેધ ન કરી શકે, રાધાપુત્ર હોવાથી રાધાવેધ કરે પણ કેવી રીતે ?
પ્રદ્યુમ્ન, શાંબ વિગેરે પરાક્રમી કુમારની સાથે - અત્યાર સુધી કે ઈપણ કારણથી કૃષ્ણ ઉદાસિન ભાવે
બેઠા છે, જેઓએ યમરાજને કંસ” નું ભોજન કરાવ્યું. ચાર આદિને માર્યા, કંસની સ્ત્રીઓને વૈધવ્યપણું પ્રાપ્ત કરાવ્યું. જેમના શત્રુઓની સ્ત્રીઓ આંખમાંથી આંસુ વહાવતી પિતાના મૃત પતિદેવને તિલાંજલી આપી રહી છે, એવા કૃષ્ણ પિતે ઉઠતા નથી પણ પોતાના પુત્રોને રોકી રહ્યા છે.
જુઓ! ધૃતરાષ્ટ્રને પુત્ર દુર્યોધન પિતાની માતા ગાન્ધારીના માંચની સાથે ઉભે થઈ રહ્યો છે. કુરૂવંશ
જેના ખભારૂપી પહાડનું આલંબન લઈને સંપત્તિ રૂપ - લતાઓને વધારી રહ્યું છે. જેનું નામ સાંભળી શત્રુઓ - નમ્ર બની જાય છે. સામે આવતા જ નથી, પરંતુ અહીં તે દુર્યોધન ધનુષ્યને બીજા પ્રકારને નમસ્કાર કરી રહ્યો છે, બીજા પણ દુઃશાસન વિગેરે નવાણું ધૃતરાષ્ટ્રના