________________
૧૭૨]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય સાથે જવાની ઉતાવળમાં છું, એમ કહી તે મુસાફર જલ્દીથી ચાલ્યા કે, તેને શબ્દ સાંભળીને દમયંતી ગુફામાંથી નીકળીને હે ભદ્ર ! હે ભદ્ર! તમે શું કહ્યું? તમે મારા પતિને કયાં જોયા હતા? આ પ્રમાણે લતી દમયંતી તેની પાછળ દોડતી ગઈ તેણી વનમાં પડી ગઈ, એટલામાં તે મુસાફર અદશ્ય થઈ ગયે, અને દમયંતી ત્યાંથી પાછી વળી, પરંતુ દમયંતી ગુફાને રસ્તે ભૂલી ગઈ, તેણી વિલાપ કરવા લાગી, હે દેવ! આ શું થયું? તે મુસાફર પણ મલ્યા નહીં. અને ગુફાને રસ્તો પણ ભૂલી ગઈ, તેણી જંગલમાં ભટકવા લાગી, એટલામાં એક રાક્ષસીએ આવીને કહ્યું કે હું તને ખાઈ જઈશ, તેણીએ ભયભીત બનીને કહ્યું કે જે મારું મન મારા પતિ નલરાજા સિવાય અન્ય પુરૂષને સ્પર્શ પણ ન કરી ગયું હોય, તીર્થકર સિવાય મેં બીજાને દેવ ન માન્યા હેય, જૈનતત્વમાં મારી અટલ શ્રદ્ધા હોય, તો આ રાક્ષસી હતાશ થઈ જાય, તેણીના વચન સાંભળી રાક્ષસી ભયભીત બનીને ત્યાંથી ચાલી ગઈ, દમયંતી આગળ ચાલી, પાણીની તરસ લાગવાથી તેણી એક નદી કિનારે ગઈ, તો ત્યાં તેણીએ પાણી જોયું નહી, તેણીએ કહ્યું કે મારું મન સમ્યકત્વ સૌરભથી સુરભિત હોય તે તેના પ્રભાવથી આ નદીમાં અમૃત સમાન પાણી આવી જાય, આ કહેતાની સાથે જ નદી પાણીથી છલકાઈ ગઈ, તેણીએ સ્નાન કરીને પિતાના શારીરિક શ્રમને દૂર કર્યો, આગળ ચાલતાં થાકી ગઈ અને વડના ઝાડ નીચે
*
*
*
.
. ;
*