________________
સ : ૧૪ દુર્યોધનના મૃત્યુથી ક્રોધાયમાન જરાસંઘની આજ્ઞાથી તે આવીને કૃષ્ણને કહ્યું કે જ્યાં સુધી ત્રણે ખંડના અધિપતિ જરાસંઘ વિજયી બનીને તૈયાર છે ત્યાં સુધી કોરને મારી નાખીને હે કૃષ્ણ! અભિમાન શા કારણે કરે છે? મારા જમાઈ કંસ અને મિત્ર દુર્યોધનને તારા, પિટમાંથી ખેંચીને બહાર કાઢવાની ઈચ્છા રાખું છું, પરંતુ જરાસંઘે આપને કહ્યું છે કે કુરૂક્ષેત્રનું મેદાન લેહીથી ભીનું થઈ ગયું છે. વળી સેનાઓના હલનચલનથી ખાડા ટેકરાવાળું બની ગયું છે. માટે કુરૂક્ષેત્રના મેદાનને છોડી સરસ્વતી નદીના કિનારે સનપલ્લી ગામમાં આપણું બન્નેનું યુદ્ધ થવું જોઈએ, આ પ્રમાણે કહી દૂત શાંતિથી ઉભે રહ્યો, કૃણે કહ્યું કે અમે જેના માટે ભૂખ્યા છીએ તેનું જ આ આમંત્રણ છે, વળી કંસ-કૌરના વધથી મારા હાથ તૃપ્તિ પામ્યા ન હતા, પણ જરાસંઘના વધથી મારા હાથ જરૂર તૃપ્તિ પામશે, અમે ત્યાં આવીએ છીએ, તે પણ ત્યાં આવી જાય, આ પ્રમાણે કહીને દૂતને વિદાય કર્યો, તે આવી જરાસંઘને કહ્યું કે આપના આદેશાનુસાર મેં કૃષ્ણને બધી વાત કરી છે.