________________
૫૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય. મથુરામાં જઈએ, પિતાજીની આજ્ઞા ઉઠાવવાને અત્યારે અવસર છે. આ વિચાર કરી બળરામે યશદાને કહ્યું કે અમે બંને જણ મથુરા જઈએ છીએ, માટે હમણાં અમને સ્નાન કરાવે, યશોદાએ કહ્યું કે હમણાં તમને બંનેને નવડાવવાનો સમય નથી, બલરામે જશોદાને કડવા શબ્દો કહ્યાં અને કૃષ્ણને હાથ પકડીને ન્હાવાને માટે યમુના તરફ પ્રસ્થાન કર્યું. રસ્તામાં કૃષ્ણને દુઃખી જોઈને બલરામે પૂછયું હે વત્સ ! તને શું થયું છે ? તે વારે કૃષ્ણ બોલ્યા હે બંધુ ! તમે મારા સામે જ મારી માતાનું અપમાન કર્યું છે. તમે જ કહે કે પોતાની નજર સામે માતાનું અપમાન કોણ સહન કરી શકે ? બલરામે શ્રીકૃષ્ણને આલિંગન કરતાં કહ્યું કે વત્સ! યાદા તારી માતા નથી, અને નંદ તારા પિતા નથી, દેવકી તારી માતા છે. જે અવારનવાર આવીને તેને સ્તનપાન કરાવતી હતી, વસુદેવ આપણું પિતા છે. જે વિદ્યાધરોથી પૂજિત છે. કુશાર્તપુરના રાજા સમુદ્રવિજય તેમના મોટાભાઈ છે. શું તમે મારા સહેદરભાઈ છે ? કૃષ્ણના પૂછવાથી બલરામે કહ્યું કે હે વત્સ! હું તારો એરમાનભાઈ છું; અત્યંત તેજસ્વી યાદો તારા ભાઈએ છે. તું ભરતાર્ધપતિ બનીશ એમ જ્ઞાનીઓએ કહ્યું છે. જેમ મરૂભૂમિમાં કલ્પવૃક્ષ સંભવિત નથી, તેમ તારો જન્મ ગોકુળવંશમાં સંભવિત નથી, દેવકી તથા વસુદેવે વાત્સલ્યભાવથી તને અહીં જ છુપાવીને રાખે છે. જ્યારે કુણે પૂછયું કે મને ગોકુળમાં છુપાવવાનું કારણ શું છે?