________________
૩૮૮]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય
પણ ક્રોધમાં આવીને દુર્યોધનની છાતીમાં ભયંકર પ્રહાર કર્યો. દુઃખને અનુભવ કરતા દુર્યોધને ફરીથી ભીમના માથામાં ગદા પ્રહાર કર્યો. જેથી ભીમ મુચ્છિત સમાન બની ગયે.
ભીમની પરિસ્થિતિથી ચિંતાતુર બની અને કહ્યું કે કૃષ્ણ! કૃષ્ણ! અમારું જીવવું શા કામનું ! ભીષ્મ, દ્રોણ, કર્ણ વિગેરેને મારીને પણ દુર્યોધનના હાથથી અમે પરાજીત થઈ રહ્યા છીએ. કૃણે કહ્યું અન! આ સત્ય વાત છે કે ગદાયુદ્ધમાં ભીમ દુર્યોધનને જીતી નહિ શકે. કાયમ માટે લેહમય ભીમને દુર્યોધન ગદાયુદ્ધમાં ભસ્મ કરતું આવ્યું છે. ભીમ જ્યાં સુધી દુર્યોધનની જંઘામાં પ્રહાર નહિ કરે ત્યાં સુધી તે મરવાને નથી. કૃષ્ણના વચનને સાંભળી અને ભીમને સંકેત કર્યો. દુર્યોધન સંકેતને સમજી ગયે પણ ભીમ ન સમજી શકે. દુર્યોધન પિતાની બંને જંઘાને સંભાળીને ગદાયુદ્ધ કરવા લાગે પણ સંજોગવશાત્ ભીમે તેની બન્ને જંઘાઓ તોડી નાંખી. દુર્યોધન પૃથ્વી ઉપર પડી ગયે. દેવતાઓએ ભીમની ઉપર પૃષ્પવૃષ્ટિ કરી. દુર્યોધનની આંખે અંધારા આવ્યા. ધીમે ધીમે બેહોશ બની ગયે.
- ત્યારબાદ નજીકમાં જઈને વજા જેવા કઠોર ચરણથી ભીમે દુર્યોધનને લાત મારી તેના મુગટને ભાંગી ભુક્કો કરી નાંખે. આ જોઈને બળરામ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા અને કહ્યું કે આવું કામ તે સ્વેચ્છ પણ નથી