________________
સર્ગ : ૧૪]
[૩૯૯ રિકવા માટે વસુદેવને ત્યાં મોકલી આપે. શત્રુપક્ષને દુર્બળ બનાવ તે યુદ્ધનીતિ છે. સમુદ્રવિજયે પ્રદ્યુમ્ન, શાંબ તથા તે વિદ્યાધરોની સાથે વસુદેવને વિજ્યને માટે મેકલ્યા.
જન્માભિષેક મહોત્સવના વખતે દેવતાઓએ શત્રુ એના શસ્ત્રોના નાશ કરવાવાળી મહૌષધિ નેમિકુમારના હાથે બાંધી હતી તે મહૌષધિ નેમિકુમારે પોતાના હાથમાંથી છેડી વસુદેવના હાથમાં બાંધી દીધી. - વિજય યાત્રાના માટે વસુદેવના ગયા પછી ઈન્દ્રના સારથિએ આવી નેમિકુમારને કહ્યું કે સ્વામિન ! ઈન્દ્ર મને બોલાવીને કહ્યું કે હે સારથિ ! બાવીસમા તીર્થંકર નેમિકુમાર, ભાઈના માટે યુદ્ધમાં જવાની ઈચ્છા રાખે છે. માટે દિવ્યશસ્ત્રોથી પૂર્ણ વાકવચ સહિત રથ લઈને જલદી જા, માટે આપ આ રથ ઉપર ચઢીને મને કૃતાર્થ કરો, નેમિકુમારે તેની પ્રાર્થનાને સ્વીકાર કર્યો. - ત્યારબાદ બંને વ્યુહના સિનિકે યુદ્ધ કરવા તૈયાર થયા, હાથીઓ ગર્જના કરવા લાગ્યા, વીરપુરૂષે તાલ ઠેકવા લાગ્યા, આ પ્રમાણે હાથી-ઘોડા–રથ–પાયદળના અવાજથી આકાશ શબ્દમય બની ગયું. કૃષ્ણ પાંચજન્ય તથા અર્જુને દેવદત્ત શંખને વગાડયા, બંને સેનાઓના સૈિનિકનું ભયંકર યુદ્ધ શરૂ થયું. જરાસંધના સિનિએ કૃષ્ણની સેનાની મોખરે રહેલા સનિકોને ભગાડી મૂક્યા,