________________
૩૮૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ધૂળના ગોટાઓમાં પિતે ભાગી છૂટ. કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વત્થામા વિગેરે દુર્યોધન નહિ દેખાવાથી ચિંતાતુર બન્યા. અને આમ તેમ તેને શોધવા લાગ્યા. રસ્તામાં દુર્યોધનના પગની રેખાઓના આધારે તેઓ બધા વ્યાસ સરોવરના કિનારે આવ્યા અને તેઓએ નિશ્ચય કર્યો કે સંસ્તંભની વિદ્યાથી દુર્યોધન સરોવરમાં સંતાઈ ગયે છે. પાંડવ સેનાની બીકથી તેઓ ડીવાર ત્યાં રોકાઈને ત્રણે જણે આજુબાજુમાં છુપાઈ ગયા. જંગલના માણસો દ્વારા તપાસ કરાવીને એક અક્ષૌહિણી સેના સહિત પાંડે ત્યાં આવ્યા. ચારે તરફથી સરોવરને ઘેરી ઘણા સમય સુધી
ત્યાં રહ્યા. - સરોવરના કિનારા પર જઈને માર્મિક શબ્દોથી ઉત્તેજિત કરવા યુધિષ્ઠિર બોલવા લાગ્યા. દુર્યોધન ! અમે તને વર માનવામાં ભયંકર ભૂલ કરી છે. અમે લેકે તને સિંહ માનતા હતા પણ તે અમારી બુદ્ધિને દેષ છે. ખરેખરા અર્થમાં તું શિયાળ હતે. અમારા નિષ્કલંક કુળમાં તું કલંકિત ઉત્પન્ન થયા. તે પિતા ધૃતરાષ્ટ્રના તેજને મલિન બનાવ્યું છે. જેનાથી બધા મિત્રો, સંબંધી તથા ભાઈઓને વધ કરાવીને પિતાને પ્રાણ બચાવવા માટે તું સરોવરમાં આવીને છુપાઈ ગયા છે! અરે! શું તું સરોવરમાં છુપાવાથી બચી જવાનું છે? એક મુહૂર્તમાં જ અમે સરેવરને સુકાવી શકીએ છીએ. જે તારે સરવરમાં સંતાઈ જવું હતું તે તે યુદ્ધ શા માટે કર્યું?