________________
૧૦૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ધિક્કાર પામેલી નાગશ્રી બધી જગ્યાએ ભમવા લાગી, અનેક પ્રકારના સેલ જાતના રોગો તેણીને થયા, આ જ ભવમાં સાક્ષાત્ નરકનું દુઃખ ભેગવી, ભૂખ અને તરસથી પીડાતી મરીને છઠ્ઠી નરકે ગઈ ત્યાંથી મત્સ્ય નીમાં ઉત્પન્ન થઈ સાતમી નરકે ગઈ, આ પ્રમાણે દરેક નારકીમાં બે બે ભવ કરીને પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થઈ, ત્યારબાદ કર્મની લઘુતાથી ચંપાપુરીમાં સાગરદત્ત શ્રેષ્ઠિની સુભદ્રા નામની ભાર્યાની કુક્ષીથી સુકુમારિકા નામે પુત્રી તરીકે ઉત્પન્ન થઈ તે જ નગરમાં જિનદત્ત શ્રેષ્ઠિની ભદ્રા નામની ભાર્યાની કુક્ષીથી “સાગર” નામે પુત્ર થયો, એક દિવસ જિનદત્ત, સાગરદત્તના ત્યાં આવ્યો હતો. તેણે સુકુમારિકાને જોઈ અને વિચાર્યું કે આ કન્યા મારા પુત્રને માટે ગ્ય છે. જિનદત્ત ઘેર ગયે, પિતાના ભાઈઓ સાથે વાતચીત કરી, બધાને સાથે લઈ “સાગરદત્ત શ્રેષ્ઠિને ત્યાં આવ્યું, અને સુકુમારિકાની માંગણી કરી, સાગરદત્ત કહ્યું કે મને આ પુત્રી અત્યંત વહાલી છે, તેના વિના હું જીવી શકું તેમ નથી, જે તમારે પુત્ર ઘર જમાઈ બનીને અહીંઆ રહેવાની ઈચ્છાને સ્વિકાર કરે તે હું કન્યા આપું. જિનદત્તે કહ્યું કે હું મારા પુત્રને પૂછીને વાત જણાવીશ, ઘેર આવીને પુત્રને પૂછયું. પુત્રે મૌન ધારણ કર્યું, મૌનથી શેઠે અનુમતિ જાણીને સાગરત્તાને હા”ની વાત કરી, શુભ મુહૂર્ત વિવાહમહત્સવ ઉજવાયે. રાત્રીના જ્યારે સાગર પલંગ ઉપર સૂવા માટે ગયો તે સુકુમારિકાના પૂર્વ કર્મના ઉદયે કરીને “સાગર” ને અગ્નિ