________________
[પાંડવ ચરિત્ર મહાકાવ્યું . દૂતનાં કડવાં વચને સાંભળી ક્રોધાયમાન થએલા સમુદ્રવિજય રાજાએ કહ્યું કે આપના રાજાની વાત ખૂબ જ સુંદર છે. તમે પણ કાંઈ અનુચિત કીધું નથી. પરંતુ જરાસંઘ મિત્રતાથી પ્રાણ માગે તે પણ આપવા તૈયાર છું. કારણ કે મિત્રને માટે અમો બધું જ છોડવા તૈયાર છીએ. પરંતુ સૌજન્યતાને છેડી બળજબરીથી બળરામ અને કૃષ્ણની માંગણી અનુચિત છે. બીજી વાત એ છે કે રાજધર્મના સંબંધથી બળવાન કૃષ્ણ કોમળ ગર્ભના ઘાતી ક્રૂર કંસને માર્યો છે તો તે કાર્યથી તમારા સ્વામીએ તે ખુશ થવું જોઈએ તેના બદલે ગોપાળ બાલક કહીને નિંદા કરતા તમારા સ્વામી તે બન્નેને મારવા ઈચ્છા રાખે છે તે શું તે બન્નેના બળને તેઓ જાણતા નથી? જે રીતે કંસ અને કોલકુમારને યમરાજના ઘરના મહેમાન બનાવ્યા છે તે રીતે જરાસંઘ પણ યમરાજ અતિથિ બનવાની ભાવના રાખે છે ?
ક્રોધના આવેશમાં આવેલા સમુદ્રવિજ્યના કહેવાથી જરાસંઘના દૂતે ફરીથી કહ્યું કે રાજન શું આજસુધી આપ જરાસંઘની આજ્ઞા નહોતા માનતા? તે પછી આજે આપને આ કયા પ્રકારને નવે અહંકાર ઉત્પન્ન થયે છેજેમ અંધકારમાં આગીઓ વધારે પ્રકાશ આપે છે, તેમ તમે આ બે બાળકોના બળ ઉપર અભિમાન શા. માટે કરે છે ? - કાલકુમારની બીકથી મથુરાપુરીને છોડી ભાગતી વખતે આ બન્ને ગોપાળકુમાર નહતા ? જરાસંઘરાજાની